શોધખોળ કરો
Advertisement
UK પછી યુરોપના આ મોટા દેશમાં પણ લદાયું મહિનાનું લોકડાઉન, 700 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતાં હજારો લોકો અટવાયા
કોરોના વાયરસનું સંક્રમણ વધતા સાત મહિનામાં બીજી વખત ફ્રાન્સમાં લોકડાઉન લાદવામાં આવ્યું
પેરિસ: કોરાના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતા ફ્રાન્સ સરકારે ફરી લોકડાઉન જાહેર કરી દીધું છે. ગુરુવારે રાતે લોકડાઉનની જાહેરાત કરતાની સાથે જ પેરિસ તથા આસપાસના રસ્તાઓ પર લગભગ 700 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે લોકડાઉનના પ્રથમ દિવસે શુક્રવારે રસ્તાઓ પર સન્નાટો છવાયો હતો. લોકડાઉન એક મહિના માટે લાદવામાં આવ્યું છે. જેના કારણે લોકો પોતાના શહેર જવા માટે તથા સામાન લેવા માટે નીકળી પડ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજારો લોકો અટવાયા હતા.
ફ્રાન્સમાં સાત મહિનામાં બીજી વખત લૉકડાઉન લાદવામાં આવ્યું છે. ફ્રાન્સમાં એક જ દિવસમાં 50 હજાર કોરોનાના નવા કેસ નોંધાય રહ્યાં છે. આવી જ સ્થિતિ યૂરોપના અન્ય દેશોની પણ છે. ત્યાં પણ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ફ્રાન્સમાં 24 કલાકમાં કોરોનાના 47,637 નવા કેસ નોંધાયા હતા. કુલ કોરોના કેસ વધીને 1,327,852 થઈ ગયા છે. મૃતકોની સંખ્યા વધીને 36,058 થઈ ગઈ છે. મહામારીની બીજી લહેરને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
કોરોનાના કેસમાં વધારો થતા ઈંગ્લેડમાં પણ ફરી લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી બોરિસ જૉનસે 2 સપ્ટેમ્બર સુધી લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement