શોધખોળ કરો
Advertisement
Coronavirus: વિશ્વના આ દેશમાં કોરોનાના કેસ વધતાં 7 દિવસનું લાદવામાં આવ્યું Lockdown, જાણો મોટા સમાચાર
Lockdown News Update: ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેંડમાં કોરોના એલર્ટ લેવલ 1થી વધીને 3 થઈ ગયું છે. જ્યારે અન્ય શહેરોમાં લેવલ 2 છે. ઓકલેંડમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન નાંખી દેવામાં આવ્યું છે.
ઓકલેંડઃ ન્યૂઝીલેંડમાં કોરોના વાયરસના કેસ વધતાં એલર્ટ લેવલ વધારી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને ન્યૂઝીલેંડમાં કમ્યુનિટી સ્પ્રેડના તાજા મામલાની પુષ્ટિ કરી છે. સમાચાર એજન્સી સિન્હુઆ મુજબ, પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને મીડિયાને જણાવ્યું, ન્યૂઝીલેન્ડના સૌથી મોટા શહેર ઓકલેંડમાં કોરોના એલર્ટ લેવલ 1થી વધીને 3 થઈ ગયું છે. જ્યારે અન્ય શહેરોમાં લેવલ 2 છે. ઓકલેંડમાં કોરોનાના કેસ વધતાં લોકડાઉન નાંખી દેવામાં આવ્યું છે.
PM જેસિંડાએ ઓકલેંડમાં ફરીથી સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી. તેણે કહ્યું, કોરોનાના ચિંતાજનક રીતે વધી રહેલા કેસના કારણે ફરીથી લોકડાઉન લગાવવું પડ્યું છે. ઓકલેંડમાં રવિવારે સવારે છ વાગ્યાથી સાત દિવસનું લોકડાઉન અમલી બની ગયું છે. ત્રીજા સ્તરના લોકડાઉનમાં તમામ પ્રકારના આયોજન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકડાઉનનું કડક પાલન કરાવવા આદેશ આપી દેવામાં આવ્યો છે.
ફેબ્રુઆરીના મધ્યમાં ઓકલેંડમાં ત્રણ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યો યૂકે વેરિયંટથી સંક્રમિત થયા બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement