ઓમિક્રૉનનો ખતરો વધ્યો, કયા સમૃદ્ધ દેશમાં ક્રિસમસ ના બગડે તેથી લોકોએ બુસ્ટર ડૉઝ માટે લગાવી લાઇનો, જાણો વિગતે
ઓમિક્રૉનને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે NHS બુકિંગ સાઈટ પર ખામીના કારણે ઘણા લોકો ક્રિસમસ સુધી વેક્સિન નહીં મુકાવી શકે.
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રૉને કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. દુનિયાના સમૃદ્ધ દેશ ગણાતા બ્રિટનમાં હવે સરકારે લોકોને બુસ્ટર ડૉઝ લેવા માટે અપીલ કરી છે, એકબાજુ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ આવી રહ્યો છે ત્યારે તેને સુરક્ષિત રીતે ઉજવવા માટે લોકો સફાળા જાગ્યા છે. સરકારે જાહેરાત કર્યા બાદ લોકોએ વેક્સિનના બુસ્ટર ડૉઝ લેવા માટે લાંબી લાઇનો લગાવી દીધી છે.
ઓમિક્રૉનને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે NHS બુકિંગ સાઈટ પર ખામીના કારણે ઘણા લોકો ક્રિસમસ સુધી વેક્સિન નહીં મુકાવી શકે. વળી, ડેઈલી મેલના રિપોર્ટ મુજબ ઓમિક્રોન બ્રિટનમાં ઝડપથી સંક્મણ ફેલાવી રહ્યો છે. આગામી બે સપ્તાહમાં તે વધુ ઘાતક બની શકે છે. ખાસ વાત છે કે, વેક્સિનને લઈને થયેલી એક તપાસે બ્રિટનનું ટેન્શન વધારી દીધુ છે. જેમાં એસ્ટ્રાજેનેકા વેક્સિન કે જેને ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનના નામે ઓળખવામાં આવે છે તે થોડા મહિના બાદ ઓમિક્રોન સામે નિષપ્રભાવી થઈ છે, પરંતુ બૂસ્ટર ડોઝ નવા વેરિએન્ટની વિરૂદ્ધ 76 ટકા સુધી રાહત આપી શકે છે.
બ્રિટનની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ ચેતવણી આપી છે કે, ચાલુ મહિનાના અંત સુધીમાં સંક્રમણના કેસ 10 લાખ સુધી પહોંચી શકે છે.
Moving into hour five of queue for walk-in #booster at St Thomas’s Hospital. Apparently only four people giving the jab today - “stock isn’t the problem, staff is the problem”. At least an hour to go still.
— Jack Slater (@SlaterJack) December 13, 2021
Due to high demand, we are unfortunately unable to accept any more walk-ins at Greendale Vaccination Centre for the rest of today.
— Royal Devon & Exeter NHS Foundation Trust (@RDEhospitals) December 13, 2021
We will be accepting walk-ins again from tomorrow, however to avoid disappointment please book an appointment in advance: https://t.co/k4dN8HnRcR
--------
આ પણ વાંચો-
બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો
Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે
બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ