શોધખોળ કરો

ટ્રમ્પના '50 ટકા ટેરિફ'ની ભારત પર નહીં થાય વધુ અસર...આ અબજોપતિએ આપ્યું મોટું નિવેદન

Mark Mobius on Trump Tariff: માર્ક મોબિયસે કહ્યું કે ટ્રમ્પના 50 ટકા ટેરિફનો ભારત પર પ્રભાવ મર્યાદિત રહેશે કારણ કે ભારતનું સ્થાનિક બજાર મજબૂત છે અને સોફ્ટવેર જેવી મોટી નિકાસ ટેરિફથી મુક્ત છે

Mark Mobius on Trump Tariff: અબજોપતિ રોકાણકાર માર્ક મોબિયસે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની દેશ પર ખૂબ ઓછી અસર પડશે, કારણ કે ભારતનું સ્થાનિક બજાર ખૂબ મોટું છે. સમાચાર એજન્સી IANS સાથે વાત કરતા, અનુભવી રોકાણકારે કહ્યું કે ભારત ચીનની જેમ નિકાસ પર સંપૂર્ણપણે નિર્ભર નથી. આ કારણે, દેશ અન્ય અર્થતંત્રો કરતાં ટેરિફનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છે. તેમણે વધુમાં કહ્યું, 'ભારતનું સ્થાનિક બજાર ખૂબ મોટું છે અને તે ચીનની જેમ નિકાસ પર નિર્ભર નથી. આ ઉપરાંત, ભારતીય સોફ્ટવેર નિકાસ પણ સારી છે અને આ ટેરિફથી બચાવવાાં મદદ કરશે.'

ભારત માટે ટેરિફ મોટી સમસ્યા નથી - મોબિયસ

મોબિયસે IANS ને વધુમાં કહ્યું, 'આનો સારાંશ એ છે કે ટેરિફ ભારત માટે મોટી સમસ્યા નથી.' દવાઓ અને સ્માર્ટફોન, સેમિકન્ડક્ટર અને ઉર્જા જેવા કેટલાક ઇલેક્ટ્રોનિક માલ સાથે સંબંધિત $30 બિલિયનથી વધુ મૂલ્યના શિપમેન્ટને અત્યાર સુધી અમેરિકા દ્વારા ઉચ્ચ ટેરિફ સૂચિમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે હજુ સુધી આ મુખ્ય ઉદ્યોગોને નવા ટેરિફમાં સામેલ કર્યા નથી, જે આગામી 21 દિવસમાં અમલમાં આવવાના છે.

આ ઉપરાંત, ભારતે નાણાકીય વર્ષ 25 માં અનુક્રમે $10.5 બિલિયન અને $14.6 બિલિયનના મૂલ્યની દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો (મોટાભાગે સ્માર્ટફોન) ની નિકાસ કરી હતી, જે તેની યુએસમાં કુલ નિકાસના 29 ટકા છે. નાણાકીય વર્ષ 25 માં $4.09 બિલિયનની પેટ્રોલિયમ નિકાસ પણ ટ્રમ્પના નવા ટેરિફથી હાલમાં સુરક્ષિત છે, કારણ કે ઊર્જાને ઉચ્ચ ટેરિફની યાદીમાંથી બાકાત રાખવામાં આવી છે. ભારતે નાણાકીય વર્ષ 25 માં યુએસમાં $86.51 બિલિયનની નિકાસ કરી હતી.

ભારતના આર્થિક વિકાસની પ્રશંસા

મોબિયસના મતે, ભારત જે પ્રકારનો GDP વૃદ્ધિ જોઈ રહ્યું છે તે તેને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. મોબિયસે કહ્યું, 'વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા છતાં, દેશ 6-7 ટકાનો વિકાસ દર હાંસલ કરી રહ્યો છે, જે તેની અર્થવ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવે છે. આ ભારતને આગળ વધવામાં મદદ કરશે.' છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. 2025૫માં કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) ની દ્રષ્ટિએ, ભારત ફક્ત અમેરિકા, ચીન અને જર્મનીથી પાછળ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Embed widget