શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મેક્સિકોઃ ખરાબ હવામાનથી પ્લેન થયું દુર્ઘટનાગ્રસ્ત, 100 લોકોનો ચમત્કારિક બચાવ
દુરંગોઃ ઉત્તર મેક્સિકોમાં વરસાદ બાદ ઉડાન ભરતી વખતે એક વિમાનમાં આગ લાગવાથી 100થી વધારે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. દુરંગોના ગર્વનર જોજ રોજસે ટ્વિટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. રાહત બચાવ ટુકડી સ્થળ પર પહોંચી ગઈ છે અને વિમાનમાંથી લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ છે.
દુરંગોના નાગરિક રક્ષા પ્રવક્તા એલેજાંદ્રો કાર્દોજોએ ટીવી ચેનલ મિલેનિયોને કહ્યું, આશરે 100 લોકો ઘાયલ થયા છે. તીવ્ર વરસાદ દરમિયાન ઉડાન ભરવાની કોશિશ કરી હતી પરંતુ દુરંગો એરપોર્ટથી 10 કિલોમીટર દૂર એક મેદાનમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.
પરિવહન મંત્રી રૂઈઝ એસ્પર્જાએ જણાવ્યું કે, વિમાનમાં 97 મુસાફરો અને ચાર કેબિન ક્રૂના સભ્યો સવાર હતા. વિમાને મેક્સિકોની રાજધાની દૂરંગોથી સ્થાનિક સમયમુજબ સાજે ચાર વાગ્યે ઉડાન ભરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion