શોધખોળ કરો
Advertisement
જાપાનમાં જૂનમાં યોજાશે જી-20 સમિટ, PM મોદી લેશે ભાગ
રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત જી-20 સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ દ્ધિપક્ષીય અને બહુપક્ષીય વાર્તામાં ભાગ લેશે જેની જાણકારી બાદમાં આપવામાં આવશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી જાપાનના ઓસાકામાં 27-29 જૂનમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ લેશે. આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, પૂર્વ કેન્દ્રિય મંત્રી આ સમિટમાં ભારતીય દળની આગેવાની કરશે. રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત જી-20 સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ દ્ધિપક્ષીય અને બહુપક્ષીય વાર્તામાં ભાગ લેશે જેની જાણકારી બાદમાં આપવામાં આવશે.
જી-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકા સામેલ છે. જી-20 દેશોની અર્થવ્યવસ્થા દુનિયાના 90 ટકા પ્રોડક્ટ, 80 ટકા વૈશ્વિક બિઝનેસ અને બે તૃતીયાંશ જનસંખ્યા અને લગભગ દુનિયાના અડધા ક્ષેત્રફળનો હિસ્સો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion