રશિયા હવે અંતરીક્ષમાં પણ ઘેરાયુંઃ રશિયાના સહયોગ વગર ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) ચલાવવા નાસાએ વિચારણા શરુ કરી
યુક્રેન સામે શરુ કરેલા યુદ્ધથી રશિયા પર દુનિયાના ઘણા દેશો વિવિધ પ્રતિબંધ લાગાવી રહ્યા છે. હવે આ દિશામાં નાસા પણ મેદાને આવ્યું છે.
Ukraine- Russia War: યુક્રેન સામે શરુ કરેલા યુદ્ધથી રશિયા પર દુનિયાના ઘણા દેશો વિવિધ પ્રતિબંધ લાગાવી રહ્યા છે. હવે આ દિશામાં નાસા પણ મેદાને આવ્યું છે. અંતરીક્ષમાં ચાલતા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી રશિયાને કઈ રીતે દૂર કરી શકાય તે અંગે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વિકલ્પો શોધવાના શરુ કર્યા છે.
નાસા આવ્યુ મેદાનમાંઃ
નાસાના હ્યુમન સ્પેસ ફ્લાઈટના એક વરિષ્ઠ અધિકારીકેથી લ્યુડર્સે કહ્યું હતું કે, NASA હાલ રશિયાના સહયોગ વગર કઈ રીતે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરને ચલાવવું તેના વિકલ્પો વિશે વિચારી રહ્યું છે. અધિકારીએ એ પણ જણાવ્યું હતું કે, મોસ્કો (રશિયા) હાલ યુએસ-રશિયા સ્પેસ કોઓપરેશન રદ કરે તેવા કોઈ સંકેતો હાલ NASAને નથી મળ્યા.
કેથી લ્યુડર્સે વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં રીસર્ચ પ્લેટફોર્મ પર હાલ સંશોધનની પ્રક્રિયા સમાન્ય ગતીએ ચાલી રહી છે. રશિયાએ ચાલુ કરેલા યુદ્ધ પછી અત્યાર સુધીમાં રશિયા તરફથી અંતરીક્ષમાં ચાલી રહેલી રિસર્ચ લેબોરેટરી પર કોઈ ખાસ અસર થઈ નથી. રશિયાની સ્પેસ એજન્સી 'રોસ્કોમોસ' અને નાસાના કર્મચારીઓ હાલ સંયુક્ત રીતે વાતચીત, ટ્રેનિંગ સહિતના કામો કરી રહ્યા છે. સ્પેસ સેન્ટરની ભૂમિકા અમેરિકા અને રશિયા વચ્ચે પરસ્પર વહેંચાયેલી છે.
રશિયાની ચિમકીઃ
જો કે, ગયા અઠવાડિયામાં અમેરિકાએ રશિયા પર લગાવેલા પ્રતિબંધોથી રશિયાની સ્પેસ ચીફ દીમીત્રી રોગોઝીને રશિયા અને અમેરિકા વચ્ચેની સ્પેસ પાર્ટનરશીપ રદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે જો, રશિયા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાંથી નીકળી જશે તો સ્પેસ સેન્ટરને કોણ બચાવશે. જો કે દીમીત્રી રોગોઝીનના ટ્વીટના જવાબમાં અમેરિકાની ખાનગી સ્પેસ કંપનીના માલિક એલોન મસ્કે પોતાની કંપની સ્પેસએક્સ (Spacex)નો ફોટો મુક્યો હતો.
આ પણ વાંચોઃ
Kedarnath Dham: આ તારીખથી ખુલશે કેદારનાથ ધામના કપાટ, મહાશિવરાત્રિ પર થઈ જાહેરાત