શોધખોળ કરો
Advertisement
ઈમરાન ખાનના શપથ ગ્રહણમાં નવજોતસિંહ સિદ્ધુને pok ના રાષ્ટ્રપતિ સાથે બેસાડતા વિવાદ
ઈસ્લામાબાદ: પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના નેતા ઈમરાન ખાને શનિવારે 10.50 વાગ્યે પાકિસ્તાનના વજીર-એ-આજમ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમા મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સામેલ થયા હતા, પરંતુ સમારોહમાં તેમના બેસવાની જગ્યા અને પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળવાને લઈને વિવાદ ઉભો થયો છે.
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના રાષ્ટ્રપતિ મસૂદ ખાન સાથે બેસાડવામાં આવ્યા હતા. આ બેઠક વ્યવસ્થા પર ઘણા દેશોમાં ભારતના રાજદૂત રહેલા વિવેક કાત્જૂએ સવાલ ઉઠાવ્યા છે.
વિવેક કાત્જૂએ કહ્યું પાકિસ્તાને પોતાના મહેમાનો સાથે એવું ન કરવું જોઈએ જેનાથી સંબંધો પર અસર પડે. તેમનું કહેવું છે કે pok ના રાષ્ટ્રપતિ સાથે સિદ્ધુને બેસાડવા યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરને પોતાનું અભિન્ન હિસ્સો માને છે.
સિદ્ધુ સાથે જોડાયેલો બીજો વિવાદ એ છે તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં પાકિસ્તાનના સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓ તેને ગળે પણ મળ્યા હતા. આ એજ બાજવા છે જેમના ઈશારા પર તેમની સેના આપણી સરહદો પર ખૂની જંગ ખેલે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement