(Source: ECI/ABP News/ABP Majha)
Shehbaz Sharif: શહબાઝ શરીફ હશે પાકિસ્તાનના નવા વડાપ્રધાન! બિલાવલની પાર્ટી કરશે સમર્થન
Shehbaz Sharif New PM of Pakistan: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના પિતા આસિફ અલી ઝરદારીને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે
Nawaz Sharif Nominates Shehbaz Sharif For PM Post: પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (પીએમએલ-એન) ના પ્રમુખ શહબાઝ શરીફને મંગળવારે રાત્રે પાકિસ્તાનના વડા પ્રધાન પદ માટે તેમની પાર્ટી દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે. PML-Nના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે 'X' પર કહ્યું કે પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફ (74)એ તેમના નાના ભાઈ શહબાઝ શરીફ (72)ને વડાપ્રધાન પદ માટે અને પુત્રી મરિયમ નવાઝ (50)ને પંજાબ પ્રાન્તના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કર્યા છે.
Nawaz nominates Shehbaz for PM: Marriyum Aurangzeb
— Dawn.com (@dawn_com) February 13, 2024
Follow our live election coverage here:https://t.co/51qdZt8Wb7
તેમણે કહ્યું હતું કે , "નવાઝ શરીફે પીએમએલ-એન (આગામી સરકાર બનાવવા માટે)ને સમર્થન આપનારા રાજકીય પક્ષોનો આભાર માન્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આવા નિર્ણયો પાકિસ્તાનને સંકટમાંથી બહાર લાવશે." જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ જાહેરાત કરી છે કે તેઓ PML-Nના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બનાવવાનો પ્રયાસ કરશે. ઈમરાન ખાનની સરકારના પતન બાદ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા.
બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીએમએલ-એન ઉમેદવારને સમર્થન કરશે
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ મંગળવારે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના પિતા આસિફ અલી ઝરદારીને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. પીપીપીના અધ્યક્ષ ઝરદારી (68)એ 2008 થી 2013 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. વડાપ્રધાન પદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરતા બિલાવલે કહ્યું કે તેમની પાર્ટી સરકારનો ભાગ બન્યા વિના વડાપ્રધાન પદ માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ઉમેદવારને સમર્થન આપશે.
દેશ આ સમયે સંકટમાં છે - બિલાવલ ભુટ્ટો
બિલાવલે એમ પણ કહ્યું કે તે ઈચ્છે છે કે તેના પિતા ઝરદારી આગામી રાષ્ટ્રપતિ બને. બિલાવલે કહ્યું, "હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તે મારા પિતા છે, હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે દેશ આ સમયે ભારે સંકટમાં છે અને જો કોઈ આ આગને બુઝાવી શકે છે તો તે આસિફ અલી ઝરદારી છે." 'પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ ડૉ.આરિફ અલ્વી આવતા મહિને તેમનું પદ છોડવા જઈ રહ્યા છે.