શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકામાં કોરોનાનો પ્રકોપઃ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 22 હજારથી વધુ નવા કેસ
આખી દુનિયામાં લગભગ એક તૃત્યાંશ કોરોના દર્દીઓ અમેરિકામાં જ છે, અહીં 19.23 લાખથી વધુ કોરોનાથી પ્રભાવિત થઇ ચૂક્યા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયા, ફ્લૉરિડામાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યાં છે
વૉશિંગટનઃ દુનિયાભરમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, આમાં પણ અમેરિકા હાલ દુનિયામાં કોરોના વાયરસનુ કેન્દ્ર બની ગયુ છે, અહીં મહામારી સતત ભયાનક રૂપ લઇ રહી છે. ગુરુવારે અમેરિકામાં 22,104 નવા કેસ નોંધાયા છે, અને 1,031 કોરોના પીડિતોનુ મોત થઇ ચૂક્યુ છે.
આખી દુનિયામાં લગભગ એક તૃત્યાંશ કોરોના દર્દીઓ અમેરિકામાં જ છે, અહીં 19.23 લાખથી વધુ કોરોનાથી પ્રભાવિત થઇ ચૂક્યા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કેલિફોર્નિયા, ફ્લૉરિડામાં સૌથી વધુ કેસો જોવા મળી રહ્યાં છે.
વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શુક્રવાર સવાર સુધી વધીને 19 લાખ 23 હજાર પાર થઇ ગઇ છે. વળી કુલ 1 લાખ 10 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે 7 લાખ 9 હજાર લોકો ઠીક પણ થઇ ચૂક્યા છે. કુલ 6 ટકા કોરોના સંક્રમિત લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 33 ટકા લોકો આ બિમારીથી ઠીક થઇ ચૂક્યા છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 383,899 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 30,281 લોકો માર્યા ગયા છે. આ બાદ ન્યૂજર્સીમાં 164,519 કોરોના દર્દીઓમાંથી 12,006 લોકોના મોત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત મેસેચ્યૂએટ્સ, ઇલિનૉયસ પણ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion