શોધખોળ કરો
Advertisement
કોરોના કહેરની વચ્ચે યૂરોપ અને અમેરિકામાં નવી બીમારી ‘કાવાસાકી’ની એન્ટ્રી, નાના બાળકો બની રહ્યા છે ભોગ
એક રિપોર્ટ અનુસાર છેલ્લા સપ્તાહે કાવાસાકી જેવી બીમારીથી પીડિત 20 બાળકો લંડનની હોસ્પિટલમાં દાખલ થયા હતા.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેરમાંથી વિશ્વ બહાર નથી આવ્યું ત્યારે યૂરોપ, અમેરિકા અને બ્રિટેનમાં વધુ એક બીમારીએ દસ્તક દીધી છે. અહીં બાળકોમાં એક નવી બીમારી કાવાસાકી જોવા મળી રહી છે. નિષ્ણાંતો તેને કોરોના વાયરસ સાથે જોડી રહ્યા છે.
લાંસેટ સામયિકમાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર ઇટલીના બેરગામોમાં 30 ગણા કાવાસાકી જેવી બીમારીના કેસ છેલ્લા મહિનામાં બાળકોમાં જોવા મળ્યા છે. બીમારીથી પ્રભાવિત થનારા બાળકોની ઉંમર સાતથી આઠ વર્ષ સુધીની હતી. ઇટલીના સંશોધકોનું માનવું છે કે, કોવિડ-19 કાવાસાકી જેવી બીમારનું કારણ હોઈ શકે છે. હાલમાં યૂરોપ, અમેરિકા અને બ્રિટેનમાં ડઝનો જેડલા બાળકોમાં સોજાની બીમારીથી પીડિત થયા છે. આ બીમારીનો સંબંધ કોરોના વાયરસ સાથે જોડવામાં આવી રહ્યો છે. ન્યૂયોર્ક પ્રાંતમાં ત્રણ બાળકોના મોત બાદ બીમારીના કેસ લુસિયાના, કૈલિફોર્નિયા અને મિસિસિપીમાં મળી આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર છેલ્લા સપ્તાહે કાવાસાકી જેવી બીમારીથી પીડિત 20 બાળકો લંડનની હોસ્પિટલમાં દાખલ થયા હતા. લંડનમાં બાળકોની હોસ્પિટલ Evelinaમાં 8 બાળકોની સારવાર કવામાં આવી. સારવાર માટે હોસ્પિટલમાં ભરતી 14 વર્ષીય બાળકને 6 દિવસ સુધી આઈસીયૂમાં રાખવામાં આવ્યો. તેના મોત બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મેડિકલ ટીમ અનુસાર જે સમયે તેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તેના શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હતું. ઉપરાં તેને ડાયેરિયા, માથામાં દુખાવો અને પેટમાં દુખાવા જેવી ફરિયાદ પણ હતી.
લંડનની Evelina હોસ્પિટલમાં ભરતી થનારા સૌથી નાના બાળકની ઉંમર એકનીચાર વર્ષ જ્યારે બીજા બાળકની ઉંમર છ વર્ષ હતી. ગ્રુપમાં બે લાળકો મોટા હતા જેમાંથી એક મૃત બાળક પણ સામેલ હતો. રિપોર્ટ અનુસાર, તમામ બાળકો પહેલા સ્વસ્થ અને ફિટ હતા. તેમાં છ બાળકો કેરેબિયન મૂળના હતા જ્યારે 5 બાળકો યુવક હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, બધા બાળકમાં એક જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા. જ્યારે તેમને ભરતી કરવામાં આવ્યા ત્યારે બાળકોને ભારે તાવ હતો જોકે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ મોટા ભાગના બાળકોને શ્વાસ સંબંધિત ફરિયાદ ન હતી. તેમ છતાં હૃદય સંબંધિત સમસ્યાને કારણે 7 બાળકોને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જે બાળકો બીમારીથી બચી ગયા તેમની ઉંમર 14 વર્ષ હતી. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હૈનકોકે છેલ્લા મહિને બાળકોમાં રોગના લક્ષણો મળી આવ્યાની વાત કહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement