શોધખોળ કરો
Advertisement
કોરોનાઃ ન્યૂયોર્કમાં 24 કલાકમાં રેકોર્ડ 779 લોકોના મોત, અત્યાર સુધીમાં 6000થી વધારે લોકોએ ગુમાવ્યો જીવ
અમેરિકામાં કોરોના વાયરસને કારણે મરનારા લોકોની સંખ્યા 14788 થઈ ગઈ છે અને તેમાંથી 1940 નવા મૃત્યુઆંક સામેલ છે.
નવી દિલ્હીઃ અમેરિકાના ન્યૂયોર્કમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે એક દિવસમાં 779 લોકોના મોત થયા છે. એક દિવસમાં મોતનો આ સૌથી વધારે આંકડો છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ કુઓમોએ તેની જાણકારી આપી. કુઓમોએ સાવચેત કર્યા છે કે મૃત્યુઆંક સતત વધી શકે છે.
કોરોના વાયરસ પર નિયમિત બ્રીફિંગમાં તેમણે બુધવારે કહ્યું, “દુખધ સમાચાર માત્ર દુખધ જ નથી. દુખદ સમાચાર ખરેખર તો ભયાનક છે. મરનારા લોકોની સંખ્યા એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધારે છે. આ સંખ્યા 779 સુધી પહોંચી ગઈ છે. તમે મરનારા લોકોની સંખ્યા જોશો તો આ ધીમે ધીમે વધીરહી છે અને આ નવી ઉંચાઈ સુધી પહોંચી ગઈ છે.”
મંગળવારે ન્યૂયોર્કમાં કોરોના વાયરસથી 731 લોકોના મોત થયા હતા જે એ દિવસનો રેકોર્ડ હતો. કુઓમોએ કહ્યું કે 9-11 આતંકી હુમલામાં 2753 લોકો માર્યા ગયા હતા ત્યારે કોરોના વાયરસને કારણે ન્યૂયોર્કમાં 6268 લોકોના મોત થઈ ગયા છે.
અમેરિકામાં કોરોના વાયરસને કારણે મરનારા લોકોની સંખ્યા 14788 થઈ ગઈ છે અને તેમાંથી 1940 નવા મૃત્યુઆંક સામેલ છે. અમેરિકામાં એક દિવસમાં સૌથી વધારે મોતનો આંકડો છે.
અમેરિકામાં કુલ 4,34,927 કોરોના વાયરસથી સંક્રમિતોમાંથી 3,97,248 એક્ટિવ કેસ છે અને અમેરિકામાં કુલ એક્ટિવ કેસમાંથી 9279 દર્દી ગંભીર સ્થિતિમાં છે. 22,891 લોકો બીમારીથી ઠીક થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement