Niger President Removed: આફ્રિકન દેશ નાઇઝરમાં બળવો, સેનાએ રાષ્ટ્રપતિની કરી ધરપકડ, અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા
આફ્રિકન દેશ નાઇજરમાં સૈનિકોએ બુધવારે (26 જુલાઈ) મોડી રાત્રે રાષ્ટ્રપતિ Mohamed Bazoum ને સત્તા પરથી હટાવી દીધા છે
આફ્રિકન દેશ નાઇજરમાં સૈનિકોએ બુધવારે (26 જુલાઈ) મોડી રાત્રે રાષ્ટ્રપતિ Mohamed Bazoum ને સત્તા પરથી હટાવી દીધા છે. સૈનિકોએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બઝૌમને સત્તા પરથી હટાવવાનો દાવો કર્યો હતો. નાઇજર સૈનિકો દ્વારા જાહેરાતના થોડા કલાકો પછી રાષ્ટ્રપતિની સુરક્ષામાં રહેલા સુરક્ષા કર્મીએ બઝૌમને તેમના સત્તાવાર નિવાસસ્થાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
Niger President Mohamed Bazoum has been removed from power, according to a group of soldiers who appeared on the West African nation's national television late on Wednesday, hours after the president was held in the presidential palace, reports Reuters.
— ANI (@ANI) July 26, 2023
રાષ્ટ્રીય ટેલિવિઝન પર પ્રસારિત એક નિવેદનમાં કર્નલ-મેજર અમાદૌ અબ્દ્રમાને કહ્યું હતું કે "સંરક્ષણ અને સુરક્ષા દળોએ એ શાસનને ખત્મ કરવાનો નિર્ણય લીધો હતો જેનાથી તમે પરિચિત છો. આ સુરક્ષામાં સતત થઇ રહેલો ઘટાડો, ખરાબ સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું પરિણામ છે.
Niger soldiers claim to have overthrown President Mohamed Bazoum's government, according to a TV statement. Top US diplomat Antony Blinken quickly warned that aid to the embattled country depends on "democratic governance", reports AFP.
— ANI (@ANI) July 26, 2023
નાઇજરમાં દેશની સરહદો બંધ
નાઇજર સૈનિકોએ કહ્યું હતું કે દેશની સરહદો બંધ કરી દેવામાં આવી છે અને દેશવ્યાપી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દેશની તમામ સંસ્થાઓ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે કર્નલ-મેજર અબ્દ્રમાને તેમનું નિવેદન વાંચી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાં અન્ય નવ અધિકારીઓ હાજર હતા. આ જૂથ પોતાને દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ કહે છે.
તેમણે કોઈપણ વિદેશી હસ્તક્ષેપ વિરુદ્ધ ચેતવણી પણ આપી હતી. બળવાના પ્રયાસના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિએ અહેવાલ આપ્યો હતો કે કુલીન ગાર્ડ યુનિટના સભ્યો પ્રજાસત્તાક વિરોધી પ્રદર્શનમાં સામેલ હતા. નાઈજર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વિદ્રોહી દળોએ બઝૌમને મહેલમાં કેદ કરી રાખ્યા છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે કર્નલ-મેજર અબ્દ્રમાનેની જાહેરાત સમયે રાષ્ટ્રપતિ ક્યાં હતા. તેમણે રાજીનામું આપ્યું છે કે નહીં.
અમેરિકા માટે ચિંતાનો વિષય
દરમિયાન અમેરિકાએ તરત જ બઝૌમને તાત્કાલિક મુક્ત કરવાની હાકલ કરી હતી. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને ન્યૂઝિલેન્ડમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "મેં આજે સવારે રાષ્ટ્રપતિ બઝૌમ સાથે વાત કરી અને સ્પષ્ટ કર્યું કે નાઈજરના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તરીકે યુએસ તેમને મજબૂત સમર્થન આપે છે. અમે તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરીએ છીએ."
વોશિંગ્ટન ડીસીથી રિપોર્ટિંગ કરતા અલ ઝઝીરાના પત્રકાર માઈક હન્નાએ કહ્યું કે નાઈજરમાં થઈ રહેલી ઘટનાઓ અમેરિકા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. નાઈજરમાં તેમની પાસે બે ડ્રોન બેઝ છે. તેમની પાસે લગભગ 800 સૈનિકો પણ છે, જેમાંથી કેટલાક ખાસ દળો છે જે નાઈજર સેનાને તાલીમ આપી રહ્યા છે.
નાઇજરમાં ચાર બળવા
નાઇજર હાલમાં બે ઇસ્લામી બળવો સામે લડી રહ્યું છે, એક દક્ષિણ-પશ્ચિમમાં જે 2015 માં માલીથી થયો હતો અને બીજો દક્ષિણ-પૂર્વમાં થયો હતો જેમાં ઉત્તર-પૂર્વ નાઇજર સ્થિત જેહાદીઓનો સમાવેશ થાય છે. અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ બંને આતંકવાદી જૂથો સાથે જોડાયેલા જૂથો દેશમાં સક્રિય છે.
નાઇજરના રાષ્ટ્રપતિ બઝૌમ વર્ષ 2021 માં લોકશાહી ઢબે ચૂંટાયા હતા. નાઈજરને ફ્રાન્સ અને અન્ય પશ્ચિમી દેશોનો નજીકનો સાથી માનવામાં આવે છે. 1960 માં ફ્રાન્સથી આઝાદી પછી નાઇજરમાં ચાર બળવા થયા છે. આ સિવાય અનેક વખત તખ્તાપલટના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે