શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ ચીનથી આવ્યા સારા સમાચાર, પ્રથમ વખત કોઈ ઘરેલુ કેસ સામે ન આવ્યો
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશન અનુસાર આ પ્રથમ વખત છે જ્યારે કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ ચીનમાં નથી આવ્યો.
બીજિંગઃ વિશ્વભરમાં કોરોનાનો કહેર ચાલુ જ છે. ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ બીમારીએ લગભગ 150 જેટલા લોકને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. જ્યારે મોટા સમાચાર સામે આવ્યા છે કે ચીનમાંથી ફેલાયેલ આ વાયરસનો ચીનમાં ગુરુવારે એક પણ ઘરેલુ કેસ સામે આવ્યો નથી. જોકે બુધવારે ચીનમાં કોરોનાના કુલ 34 નવા કેસ સામે આવ્યા હતા પરંતુ એ તમામ વિદેશી નાગરિકોના સંક્રમણના કેસ હતા.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કમિશન અનુસાર આ પ્રથમ વખત છે જ્યારે કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ ચીનમાં નથી આવ્યો. ચીનના વુહાન શહેરમાં ડિસેમ્બરથી આ વાયરસ ફેલાવાનનું શરૂ થયું હતું. જણાવીએ કે, વુહાનથી કોરોના વાયરસ ફેલાયા બાદ 11 મિલિયન લોકોને 23 જાન્યુઆરીથી આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. ઉપરાંત હુબેઈ પ્રાંતના 40 મિલિયનથી વધારે લોકોને ક્યાંય પર જવાની મંજૂરી ન હતી. ઉપરાં ચીનની સરકારે સાર્વજનિક સમારોહ માટે પણ કડક પગલા લીધા હતા.
ચીનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર કોરોના વાયરસથી ચીનમાં આઠ મોત થયા છે. આ આઠ મોત હુબઈમાં થયા છે. જ્યારે ચીનમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે ત્રણ હજાર મોત થયા છે. ઉપરાંત ચીનમાં લગભગ 81 હજાર લોકો આ વાયરસથી સંક્રમિત છે. જ્યારે લગભગ 7 હજારથી વધારે લોકો કોરોનાથી પીડિત છે. જો સમગ્ર વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં અત્યાર સુધી આ વાયરસથી લગભગ 2 લાખ લોકો સંક્રમિત છે. ઉપરાંત લગભગ આઠ હજાર લોકોના મોત થયા છે. જણાવીે કે, 10 માર્ચના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રથમ વખત વુહાનનો પ્રવાસ કર્યો હતો.
10 માર્ચના રોજ હુબેઈના અધિકારીઓએ વુહાન છોડીને અન્ય તમામ શહેરના લોકોને ચીનના અંદર પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી. 5થી 17 જાન્યુઆરીની વચ્ચે, ચીને વાયરસના નવા કેસની કોઈ જાણકારી આપી નથી. ત્યાં સુધી કે જાપાન અને થાઈલેન્ડે પ્રથમ કેસની જાહેરાત કરી. હુબેઈ પ્રાંતના સ્વાસ્થાય પંચ અનુસાર વુહાન અને હુબેઈમાં સંક્રમિત કેસની કુલ સંખ્યા 50,005 અને 67,800 રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
દેશ
Advertisement