શોધખોળ કરો
Advertisement
Nobel Peace Prize 2020: વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર
વિશ્વ ખાદ્ય કાર્યક્રમને 2020નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
નવી દિલ્હી: નાર્વેની નોબેલ સમિતિએ વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (World Food Programme)ને 2020નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. આ સંગઠન વર્ષ 1961થી દુનિયાભરમાં ભૂખ સામે લડાઈ લડી રહ્યું છે. તે સુનિશ્ચિત કરે છે કે, ખાદ્ય સુરક્ષા દ્વારા દેશોની વસ્તીને મૂળભૂત તાકાત આપવામાં આવે.
નોબેલ પુરસ્કાર અંતર્ગત ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના ( લગભગ 8.27 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે. આ પહેલા, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક સહિત અનેક ક્ષેત્રોમાં આ વર્ષના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2020નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અમેરિકાની કવિયત્રી લુઈસ ગલ્કને એનાયત કરવામાં આવ્યો છે. આ પહેલા આનુવંશિક રોગો અને કેન્સરના ઉપચારમાં ભવિષ્યમાં મદદ થનારી 'જિનોમ એડિટિંગ'ની એક પદ્ધતિ વિકસિત કરવા માટે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં 2020નો નોબેલ પુરસ્કાર બે મહિલા વૈજ્ઞાનિકોને આપવાની બુધવારે જાહેરાત કરાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઇમેન્યૂલ શાપેન્તિયે અને જેનિફર એ. ડૉનાને એનાયત કરવામાં આવશે.
આ પહેલાં ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2020ના ફિઝિક્સનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને બ્લેક હોલને સમજવા માટે કરવામાં આવેલા તેમના ગહન અધ્યયનો પર આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની અડધી રકમ વૈજ્ઞાનિક રોજર પેનરોસ અને બાકીની અડધી રકમ સંયુક્ત પણે રેનહાર્ડ જેનજેલ અને અંડ્રિયા ગેજને આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement