![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
North Korea-South Korea:70 વર્ષમાં પ્રથમ વાર બંન્ને દેશોએ એકબીજા પર ફેંકી મિસાઇલો, પ્રવાસીઓના અવરજવર પર રોક
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ તણાવ વધી ગયો છે
![North Korea-South Korea:70 વર્ષમાં પ્રથમ વાર બંન્ને દેશોએ એકબીજા પર ફેંકી મિસાઇલો, પ્રવાસીઓના અવરજવર પર રોક North Korea-South Korea: North and South Korea exchange missile launches North Korea-South Korea:70 વર્ષમાં પ્રથમ વાર બંન્ને દેશોએ એકબીજા પર ફેંકી મિસાઇલો, પ્રવાસીઓના અવરજવર પર રોક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/02/73988126a21541c774f80dec78ebf672166738644853674_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
North Korea Attacks On South Korea: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ તણાવ વધી ગયો છે. છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે બંને દેશોએ એકબીજાના દરિયાકાંઠાની ખૂબ નજીકથી મિસાઈલ ફેંકી હતી. બુધવારે (2 નવેમ્બર) ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા પર એક પછી એક 10 મિસાઇલો ફેંકી હતી. આ મિસાઈલોમાં શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (SBRM) પણ સામેલ હતી. દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે લગભગ 60 કિલોમીટર દૂર એક મિસાઇલ પડી હતી. આ પછી દક્ષિણ કોરિયાના ફાઇટર પ્લેન્સે ઉત્તર કોરિયાના કિનારા નજીક ત્રણ મિસાઇલો ફેંકી હતી. માનવામાં આવે છે કે દક્ષિણ કોરિયાએ લાંબા સમય બાદ ઉત્તર કોરિયાની મિસાઈલોનો જવાબ આપ્યો છે.
#BREAKING N. Korea fires six 'ground-to-air missiles', Seoul's military says pic.twitter.com/ILt4ekUDWh
— AFP News Agency (@AFP) November 2, 2022
આથી જ ઉત્તર કોરિયાએ મિસાઇલો છોડી હતી
ઉત્તર કોરિયા અને તેના કટ્ટર તાનાશાહ કિમ જોંગ ઉન હંમેશા પોતાની મિસાઈલોના કારણે સમાચારમાં રહે છે. એવું માનવામાં આવે છે કે બુધવારે ઉત્તર કોરિયાએ મિસાઇલ ફેંકી હતી કારણ કે દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાના આ અભ્યાસમાં 240 ફાઈટર એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. અમેરિકાની એક પરમાણુ સબમરીન પણ આ દિવસોમાં પ્રશાંત મહાસાગરમાં તૈનાતી માટે દક્ષિણ કોરિયા પહોંચી છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચેના યુદ્ધ અભ્યાસના કારણે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાના દરિયાકાંઠાની ખૂબ જ નજીક જાપાનના સમુદ્રમાં મિસાઇલો ફેંકી હોવાનું માનવામાં આવે છે.
#UPDATE North Korea fired six "ground to air missiles", Seoul's military said, part of a blitz of launches Wednesday that included a ballistic missile landing close to South Korea's territorial waters. pic.twitter.com/D58t0AYwVg
— AFP News Agency (@AFP) November 2, 2022
લગભગ 70 વર્ષ પહેલા (1950-53) ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારથી કોરિયન દ્વીપકલ્પમાં બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઉત્તર કોરિયા ઉશ્કેરણી માટે સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે. આ મિસાઇલો જાપાનના સમુદ્ર અને પૂર્વ સમુદ્રમાં પડે છે, પરંતુ કોરિયન યુદ્ધ પછી પ્રથમ વખત ઉત્તર કોરિયાએ એનએલએલની દક્ષિણમાં મિસાઇલો છોડી છે. આ જ કારણ છે કે દક્ષિણ કોરિયાએ NLL પાર ઉત્તરમાં F-16 અને KF-16 ફાઈટર જેટ્સથી મિસાઈલ ફેંકી હતી.
#BREAKING South Korea's military says it has fired three air-to-ground missiles in the wake of North Korea's morning launch.
— AFP News Agency (@AFP) November 2, 2022
ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેના મિસાઈલ ફાયરિંગથી વિશ્વ પ્રસિદ્ધ DMZના યુદ્ધ-પર્યટનને પણ અસર થઈ છે. દક્ષિણ કોરિયાએ ડી-મિલિટરાઇઝ ઝોન (DMZ)માં પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. કોરિયન દ્વીપકલ્પના બે દેશો વચ્ચેની વિશ્વની સૌથી સંવેદનશીલ સરહદ ડી-મિલિટરાઇઝ ઝોન (DMZ) તરીકે ઓળખાય છે. NLL તેમાંથી પસાર થાય છે.
ડીએમઝેડને દક્ષિણ કોરિયા દ્વારા પણ પ્રવાસન સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ ઉત્તર કોરિયાની એક ઝલક જોવા માટે આવે છે, પરંતુ બુધવારે (2 નવેમ્બર) બંને દેશો વચ્ચે મિસાઈલ હુમલાઓ બાદ દક્ષિણ કોરિયાએ ધ ડીએમઝેડને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)