શોધખોળ કરો
Advertisement
કાશ્મીરમાં કલમ 370 રદ થયા બાદ પાકિસ્તાનના ચારેબાજુ હવાતિયા, હવે ICJમાં ઉઠાવશે મુદ્દો
પાકિસ્તાની મીડિયાના દાવા મુજબ, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવશે. આ પહેલા તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ ત્યાં પણ પીછેહઢ કરવી પડી હતી.
ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું છે. હવે તે આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાની પૂરી કોશિશ કરી રહ્યું છે. પાકિસ્તાને હવે જમ્મુ-કાશ્મીર મુદ્દાને લઈ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવાનો ફેંસલો કર્યો છે.
પાકિસ્તાની મીડિયાના દાવા મુજબ, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જમ્મુ-કાશ્મીર મુદ્દો ઉઠાવશે. આ પહેલા તેણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ ત્યાં પણ પીછેહઢ કરવી પડી હતી. યૂએનએસસીમાં ફક્ત ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. બીજા દેશોએ દ્વિપક્ષીય મામલો બતાવીને કોઈપણ ચર્ચા કરવાની ના પાડી દીધી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે આબરુ ગયા પછી પણ પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે. આવા સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ આઈસીજેમાં આ મામલાને લઈ જવાની જાહેરાત કરી હતી. કુરૈશીએ પાકિસ્તાનની એઆરવાઇ ન્યૂઝ ટીવીને કહ્યું હતું કે બધા કાનૂની પક્ષોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સ્પેશ્યલ આસિસ્ટેન્ટે પાક મીડિયાને જણાવ્યું હતું કે કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. કેબિનેટે આ મામલાને વર્લ્ડ કોર્ટમાં લઈ જવાની સ્વિકૃતિ આપી છે.
વિંગ કમાન્ડર અભિનંદનને પકડનારા પાકિસ્તાની સૈનિકને ભારતીય સેનાએ કર્યો ઠાર, જાણો વિગત
રાજસ્થાનમાં ફરી સામે આવી ગેહલોત-પાયલટના સંબંધોની કડવાશ, સચિને સ્ટેજ પરથી જ માર્યો ટોણો
MP: વીજળી કાપ પર પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ઊર્જા મંત્રી ને ગુલ થઈ લાઈટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion