શોધખોળ કરો
દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી, WHOએ આપી મોટી ચેતાવણી
WHOએ કોરોના સંક્રમણના વધતા વ્યાપને ધ્યાનમાં લઇને ચેતાવણી આપી છે કે હજુ તો સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. WHOનુ માનવુ છે કે હાલ ચાલી રહેલો કોરોનાનો સમયગાળો સૌથી ખરાબ નથી, પણ ખરાબ આવવાનો હજુ બાકી છે

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી પેદા થયેલા જીવલેણ કોરોના વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી દીધી છે. દુનિયાભરમાં એક કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, એટલે કે કૉવિડ-19ના દર્દીઓની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઇ છે. છેલ્લા છ મહિનાથી સંક્રમણનો ખતરો સતત વધી રહ્યો છે. WHOએ કોરોના સંક્રમણના વધતા વ્યાપને ધ્યાનમાં લઇને ચેતાવણી આપી છે કે હજુ તો સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. WHOનુ માનવુ છે કે હાલ ચાલી રહેલો કોરોનાનો સમયગાળો સૌથી ખરાબ નથી, પણ ખરાબ આવવાનો હજુ બાકી છે. એક વર્ચ્યૂઅલ મીટિંગ દરમિયાન WHOના પ્રમુખ ટેડ્રોસ એડહનૉમ ગિબ્રયેસૉસે કહ્યું કે અમે બધા ઇચ્છીએ છીએ કે કોરોના વાયરસ જલ્દીથી ખતમ થઇ જાય. આપણે બધા પહેલાની જેમ ફરીથી જિંદગીના પાટા પર આવવા માંગીએ છીએ. જો દુનિયાભરના જવાબદાર લોકોએ આ સંક્રમણને રોકવા યોગ્ય નીતિઓનુ પાલન ના કર્યુ તો હજુ પણ કેટલાય લોકો સંક્રમિત થઇ શકે છે. તેમને કહ્યું કે, કોરોનાનો સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે, છ મહિના પહેલા આપણે ન હતા જાણતા કે આ વાયરસ આખી દુનિયાને બદલી નાંખશે. લોકોને પોતાના ઘરોમાં કેદ થવુ પડશે, અે બધુ આ રીતે બંધ પડી જશે. એડહનૉમે કોરોના વાયરસ વિરુદ્ધ જર્મની, દક્ષિણ કોરિયા અને જાપાનની સરકારોના કામની પ્રસંશા કરી, અને બીજા દેશોને પણ આ લોકોના રસ્તે ચાલવાનો આગ્રહ કર્યો.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યારે એક કરોડ અને ચાર લાખ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. વળી પાંચ લાખથી વધુ લોકો આ મહામારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે સારા સમાચાર એ છે કે 56 લાખથી વધુ લોકો આ સંક્રમણને માત આપીને સાજા પણ થયા છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યારે એક કરોડ અને ચાર લાખ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. વળી પાંચ લાખથી વધુ લોકો આ મહામારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે સારા સમાચાર એ છે કે 56 લાખથી વધુ લોકો આ સંક્રમણને માત આપીને સાજા પણ થયા છે.
વધુ વાંચો





















