શોધખોળ કરો
34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો
પ્લેન પર આકાશમાંથી વીજળી પડી અને તે અચાનક 2 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પાઈલટની મદદથી તાત્કાલિક નજીકના તમામ એર ટ્રાફિક કંટ્રોલર પાસે એલર્ટ મોકલવામાં આવ્યું હતું
![34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો Pak Air Traffic Controller Rescues a Jaipur to Muscat flight from disaster 34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/17081350/Flight.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ એક એવી ઘટના બની હતી કે જેની લોકો પ્રશંસા કરી રહ્યાં છે. 150 મુસાફરોને લઈને જયપુરથી મસ્કટ જઈ રહેલ એક ભારતીય પ્લેન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં ખરાબ વાતાવરણના કારણે ફસાઈ ગયું હતું.
આ પ્લેન પર આકાશમાંથી વીજળી પડી અને તે અચાનક 2 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પાઈલટની મદદથી તાત્કાલિક નજીકના તમામ એર ટ્રાફિક કંટ્રોલર પાસે એલર્ટ મોકલવામાં આવ્યું હતું. આ વિમાનને ખતરો છે તેવું જોતાં એક પાકિસ્તાની એર ટ્રાફિક કંટ્રોલર (ATC) મદદે આવ્યું હતું અને દુર્ઘટના થતાં બચી ગઈ હતી.
પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના એક એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ની સાવધાનીથી 150 મુસાફરોને લઈ જઈ રહેલ ભારતીય પ્લેન દુર્ઘટનાનો શિકાર થતાં બચી ગયું હતું. ભારતીય વિમાનના પાયલટ તરફથી તાત્કાલિક એલર્ટનો સંદેશો મળતાં જ પાકિસ્તાની ATC મદદે આવ્યું અને ભારતીય વિમાનને સુરક્ષિત રસ્તો બતાવ્યો હતો.
જયપુરથી ઓમાનની રાજધાની મસ્કટ જઈ રહેલા વિમાનના પાયલટે ખરાબ વાતાવરણના કારણે આ સંદેશો જાહેર કર્યો હતો. આ વિમાન ગુરૂવારે કરાચી ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે આકાશમાં ત્રાટકી રહેલી વીજળીની ચપેટમાં આવ્યું હતું. આ વિમાન અચાનક 36,000 ફૂટની ઊંચાઈથી નીચે 34,000 ફૂટની ઊંચાઈ પર આવી ગયું હતું. વિમાનના પાયલટે ઈમરજન્સી પ્રોટોકલ જાહેર કર્યો હતો અને નજીકના સ્ટેશનને ખતરાની સૂચના આપી હતી.
પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે પાયલટની ચેતવણીની પ્રતિક્રિયા આપી હતી અને ભારતીય વિમાનને સારો રસ્તો બતાવ્યો હતો. ત્યાર બાદ ભારતીય વિમાન પાકિસ્તાનની હવાઈ સીમામાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યું હતું.
![34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/17081355/Flight1.jpg)
![34,000 ફૂટની ઊંચાઈ પર ફસાઈ જયપુર-મસ્કટ ફ્લાઈટ, પાકિસ્તાને કેવી રીતે બચાવ્યું? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/17081350/Flight.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)