શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનને અમેરિકાનું અલ્ટીમેટમ, કહ્યું- બહુ થઇ વાતો, હવે આતંકીઓ ઉપર લગાવો લગામ
નવી દિલ્હીઃ આતંકીઓને પોષનારો પાકિસ્તાન હવે દુનિયામાં શાખ ગુમાવી રહ્યો છે. બધા મોટા દેશોએ પાકિસ્તાન પર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહીને લઇને દબાણ બનાવ્યુ છે. આ બધાની વચ્ચે ફરી એકવાર અમેરિકાએ પાકિસ્તાનને આતંકવાદને રોકવા અલ્ટીમેટમ આપી દીધુ છે.
અમેરિકા અને ભારતે સંયુક્ત નિવેદનોમાં કહ્યું છે કે, ''પાકિસ્તાનને આતંકીઓનો ખાત્મો કરવા માટે યોગ્યો કાર્યવાહી કરવી જોઇએ. આતંકીઓ માટે સ્વર્ગ બની રહી તેમની ધરતી પર આતંકીઓનો અનાજ-પાણી બંધ થવુ જોઇએ, જે આતંકીઓને સમર્થન આપે છે તેમની પણ જવાબદારી નક્કી થવી જોઇએ.''
નોંધનીય છે કે, ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ પાકિસતાનની પોલ ખુલી ગઇ છે. પાકિસ્તાનમાં જૈશના અડ્ડાઓને તબાહ કર્યા બાદ દુનિયાભરમાં પાકિસ્તાન પર આતંકીઓને પોષવાનો આરોપ લાગ્યો છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement