શોધખોળ કરો

એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા

તાલિબાનનો દાવો: પાકિસ્તાની વાયુસેનાએ પુલ-એ-ચરખી વિસ્તારમાં આવેલી નશા મુક્તિ હોસ્પિટલને નિશાન બનાવી; અનેક નિર્દોષ નાગરિકોના મોતની આશંકા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાકિસ્તાને અફઘાનિસ્તાનની હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું.
  • કાબુલની ડ્રગ ડી-એડિક્શન હોસ્પિટલ પર હવાઈ હુમલો.
  • હુમલામાં અનેક નિર્દોષ નાગરિકોના મોત અને ઘાયલ.
  • તાલિબાને પાકિસ્તાનની કાર્યવાહીને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો.

એક તરફ મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધનો માહોલ ગરમાયેલો છે, ત્યાં બીજી તરફ એશિયામાં પણ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અચાનક તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સોમવારે (16 માર્ચ) પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર એક મોટો અને ભીષણ હવાઈ હુમલો (એરસ્ટ્રાઈક) કર્યો છે. તાલિબાનના પ્રવક્તાએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે કાબુલમાં 5 મોટા ધડાકા સંભળાયા છે, જેમાં એક નશા મુક્તિ (ડ્રગ ડી-એડિક્શન) હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલામાં સારવાર લઈ રહેલા અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાની પૂરી આશંકા છે.

હોસ્પિટલ અને સરકારી ઈમારતો પર બોમ્બમારો

અફઘાનિસ્તાનની જાણીતી ન્યૂઝ એજન્સી 'ટોલો ન્યૂઝ' (Tolo News) ના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ કાબુલના પુલ-એ-ચરખી વિસ્તારમાં આવેલી એક ડ્રગ ડી-એડિક્શન હોસ્પિટલ પર સીધો હુમલો કર્યો છે. જોકે, કેટલાક અન્ય મીડિયા રિપોર્ટ્સ એવો પણ દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાની વાયુસેનાએ આ બોમ્બમારો કરીને અફઘાનિસ્તાનની કેટલીક મહત્વની સરકારી ઈમારતોને પણ નિશાન બનાવી છે.

તાલિબાને પાકિસ્તાનની કાર્યવાહીને વખોડી કાઢી

અફઘાનિસ્તાનમાં સત્તા પર રહેલા તાલિબાન શાસનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આખી દુનિયાને આ હુમલાની માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનની એરસ્પેસ (હવાઈ સીમા) નું ઉલ્લંઘન કર્યું છે અને કાબુલની હોસ્પિટલ પર બોમ્બ ફેંક્યા છે. મુજાહિદે રોષ ઠાલવતા કહ્યું કે, આ હુમલામાં મોટી સંખ્યામાં એવા સામાન્ય નાગરિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે, જેઓ ત્યાં નશામુક્તિની સારવાર લઈ રહ્યા હતા. તાલિબાને પાકિસ્તાનની આ હરકતની આકરી નિંદા કરતા તેને 'માનવતા વિરુદ્ધનો મોટો ગુનો' ગણાવ્યો છે.

15 માર્ચે કંદહારમાં પણ કર્યો હતો હુમલો

નોંધનીય છે કે, પાકિસ્તાને આ પહેલીવાર નથી કર્યું. આ પહેલાં બરાબર એક દિવસ અગાઉ એટલે કે 15 માર્ચે પણ પાકિસ્તાને દક્ષિણ અફઘાનિસ્તાનના લશ્કરી ઠેકાણાઓ પર ભારે હુમલા કર્યા હતા. ન્યૂઝ એજન્સી AFP ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાની સેનાએ કંદહારમાં અફઘાનિસ્તાનના ટેકનિકલ સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હથિયારોના ગોડાઉનને ઉડાવી દીધા હતા. મોડી રાત્રે સ્થાનિક લોકોએ શહેરની ઉપર લશ્કરી વિમાનો ઉડતા જોયા હતા અને ઉપરાછાપરી અનેક ધડાકા પણ સાંભળ્યા હતા.

Frequently Asked Questions

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ક્યાં અને ક્યારે હવાઈ હુમલો કર્યો?

પાકિસ્તાની વાયુસેનાએ 16 માર્ચના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક નશા મુક્તિ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી.

તાલિબાને પાકિસ્તાનના હવાઈ હુમલા અંગે શું કહ્યું?

તાલિબાન પ્રવક્તાએ પાકિસ્તાનની કાર્યવાહીની આકરી નિંદા કરી અને તેને 'માનવતા વિરુદ્ધનો મોટો ગુનો' ગણાવ્યો. તેમણે કહ્યું કે આ હુમલામાં અનેક નિર્દોષ નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા.

શું પાકિસ્તાને અગાઉ પણ અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો હતો?

હા, પાકિસ્તાને 15 માર્ચે દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહારમાં લશ્કરી ઠેકાણાઓ અને હથિયારોના ગોડાઉનો પર પણ હુમલા કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વિડિઓઝ

Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget