શોધખોળ કરો

‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 17 દિવસ બાદ ટ્રમ્પે કહ્યું- યુદ્ધ જલ્દી પૂરું થશે અને ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી, એક કલાકમાં પાવર પ્લાન્ટ્સ નષ્ટ કરવાની ક્ષમતા.
  • ઈરાન સમાધાન માટે તૈયાર, પણ સંપૂર્ણપણે હજુ નથી.
  • ખાર્ગ ટાપુ પર હુમલો, ફક્ત ઓઈલ પાઇપલાઇન સુરક્ષિત છોડી.
  • યુદ્ધનો ખર્ચ નજીવો, તેલના ભાવ ઘટશે યુદ્ધ સમાપ્તિ બાદ.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને 17 દિવસ વીતી ગયા છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક બહુ મોટું અને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ ધારે તો માત્ર 1 કલાકમાં ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ ઉડાવીને આખા દેશની વીજળી ડૂલ કરી શકે છે, પરંતુ ત્યાંની જનતાને વર્ષો સુધી ભોગવવું ન પડે એટલે તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બચાવી રહ્યા છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે આ યુદ્ધ બહુ જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે અને યુદ્ધ સમાપ્ત થતાં જ દુનિયાભરમાં તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે.

ઈરાન હજુ પણ સમાધાન માટે પૂરી રીતે તૈયાર નથી

એક અમેરિકન સરકારી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે યુદ્ધની વર્તમાન સ્થિતિ અંગે ખુલ્લા મને વાત કરી હતી. તેમણે કહ્યું કે, "અમે આ યુદ્ધમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. ઈરાન અંદરખાને સમાધાન કરવા તો માંગે છે, પરંતુ તેમને લાગે છે કે તેઓ હજુ સમાધાન માટે પૂરી રીતે તૈયાર નથી." ટ્રમ્પે ઈરાનની સૈન્ય તાકાતનો ખાતમો બોલાવવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર દોહરાવી હતી.

"હું પાયમાલી ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છું"

ટ્રમ્પે ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વાત કરતા કહ્યું કે, "મેં તેહરાનમાં જાણીજોઈને ઘણું બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સલામત છોડી દીધું છે. હું ધારું તો માત્ર 1 જ કલાકમાં તેમના પાવર પ્લાન્ટ્સનો નાશ કરી શકું છું. પણ જો હું આવું કરીશ, તો તેને ફરીથી બનાવવામાં વર્ષો લાગી જશે અને તે દેશ માટે બહુ મોટો ફટકો હશે. એટલે જ હું આવી પાયમાલી ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છું."

ખાર્ગ ટાપુ પરના હુમલા અંગે કર્યો ખુલાસો

ઈરાનના મહત્ત્વના ખાર્ગ ટાપુ (Kharg Island) પર થયેલા હુમલા અંગે સ્પષ્ટતા કરતા ટ્રમ્પે જણાવ્યું કે, "હાલમાં ખાર્ગ ટાપુ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયો છે. મેં ત્યાં માત્ર ઓઈલની પાઈપલાઈનોને જ સલામત છોડી છે. હું પાઈપો પર હુમલો કરવા માંગતો ન હતો, કારણ કે તમે પણ જાણો છો કે તેને ફરીથી રિપેર કરવામાં વર્ષોની મહેનત અને સમય લાગે છે."

યુદ્ધનો ખર્ચ અને તેલના ભાવ અંગે શું કહ્યું?

જ્યારે ટ્રમ્પને આ યુદ્ધ પાછળ થઈ રહેલા જંગી ખર્ચ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે તેને એકદમ "નગણ્ય" ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ઈરાની શાસન દ્વારા આચરવામાં આવેલા વર્ષોના "આતંક" ને ખતમ કરવા માટે આ યુદ્ધની કિંમત બહુ જ નાની છે. તેલના ભાવ ક્યારે ઘટશે તેવા સવાલના જવાબમાં તેમણે ખાતરી આપી કે જેવું આ યુદ્ધ પૂરું થશે, તરત જ તેલના ભાવમાં સીધો અને તીવ્ર ઘટાડો નોંધાશે.

Frequently Asked Questions

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને શું ચેતવણી આપી છે?

ટ્રમ્પે કહ્યું છે કે તેઓ માત્ર 1 કલાકમાં ઈરાનના તમામ પાવર પ્લાન્ટ્સ ઉડાવી શકે છે, પરંતુ જનતાને ભોગવવું ન પડે એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બચાવી રહ્યા છે.

ટ્રમ્પના મતે ઈરાન યુદ્ધ માટે તૈયાર છે?

ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન અંદરખાને સમાધાન કરવા માંગે છે, પરંતુ તેમને લાગે છે કે તેઓ હજુ સમાધાન માટે પૂરી રીતે તૈયાર નથી.

ખાર્ગ ટાપુ પરના હુમલા અંગે ટ્રમ્પે શું સ્પષ્ટતા કરી?

ટ્રમ્પે જણાવ્યું કે ખાર્ગ ટાપુ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયો છે, પરંતુ તેમણે ઓઈલની પાઈપલાઈનોને નુકસાન પહોંચાડ્યું નથી કારણ કે તેને રિપેર કરવામાં વર્ષો લાગે છે.

યુદ્ધના ખર્ચ અંગે ટ્રમ્પનો શું અભિપ્રાય છે?

ટ્રમ્પે યુદ્ધના ખર્ચને

યુદ્ધ પૂરું થયા પછી તેલના ભાવનું શું થશે?

ટ્રમ્પે ખાતરી આપી છે કે યુદ્ધ પૂરું થતાં જ દુનિયાભરમાં તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Embed widget