શોધખોળ કરો

Imran Khan Arrest: પાકિસ્તાનમાં સ્થિતિ તણાવપૂર્ણ, પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય શાસન

માત્ર પાકિસ્તાનમાં જ નહીં સમગ્ર વિશ્વમાં લોકો ઈમરાન ખાનના સમર્થનમાં આગળ આવી રહ્યા છે.અમેરિકાથી લઈને બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોમાં ઈમરાન ખાનના સમર્થકો એકઠા થઈ રહ્યા છે.

Imran Khan News: પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની મંગળવારે સાંજે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારથી ઇમરાનની ધરપકડ થઈ છે ત્યારથી તેમની પાર્ટીના સમર્થકો અને સેના આમને-સામને આવી ગયા છે. અનેક જગ્યાએ આગચંપી, હિંસા ફાટી નીકળી છે હિંસામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી

ઈમરાન ખાનને લઈને કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન પૂર્વ પીએમ ઈમરાને અનેક દાવા કર્યા હતા. તેણે કહ્યું કે તેને કસ્ટડીમાં ઈન્જેક્શન પણ આપવામાં આવ્યા છે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં સૈન્ય શાસન લાદવામાં આવ્યું છે. પાકિસ્તાને પંજાબ-ખૈબર પખ્તુનખ્વામાં સેના બોલાવી છે.

સમગ્ર વિશ્વમાં ઈમરાન ખાનના સમર્થકો બહાર આવી રહ્યા છે

માત્ર પાકિસ્તાનમાં જ નહીં સમગ્ર વિશ્વમાં લોકો ઈમરાન ખાનના સમર્થનમાં આગળ આવી રહ્યા છે.અમેરિકાથી લઈને બ્રિટન અને અન્ય પશ્ચિમી દેશોમાં ઈમરાન ખાનના સમર્થકો એકઠા થઈ રહ્યા છે. તેઓ ઈમરાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે.

મંગળવારે શું થયું

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે (9 મે) બપોરે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)માંથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાક રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અલ કાદિર ટ્રસ્ટના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને લઈને સમગ્ર પાકિસ્તાનમાં ગરમીનો માહોલ છે. પીટીઆઈ સમર્થકોએ પાક આર્મી કમાન્ડરોના ઘરોમાં તોડફોડ કરી હતી. તેમના ઘરો પણ લૂંટાયા હતા. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, હિંસામાં 15 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ધરપકડ બાદ પાકિસ્તાનમાં માર્શલ લૉ લગાવવાની તૈયારી ચાલી રહી છે.

 પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

પાકિસ્તાનમાં બગડતી પરિસ્થિતિ બાદ ત્યાં યુટ્યુબ, ફેસબુક અને ટ્વિટર બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાંની શાહબાઝ સરકારે અફવાઓ પર કાબૂ મેળવવા માટે આવું કર્યું છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ફક્ત સરકારી સંસ્થાઓને જ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મંજૂરી આપવામાં આવશે.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે ધરપકડને સમર્થન આપ્યું હતું

ઈમરાન ખાનની ધરપકડ બાદ રાજકીય ડ્રામા ચાલુ રહ્યો હતો. હાઈકોર્ટે પહેલા તેને ગેરકાયદે જાહેર કર્યો અને પછી કાયદેસર કર્યો. પાકિસ્તાની ન્યૂઝ પોર્ટલ ડોને તેના અહેવાલમાં આ માહિતી પ્રકાશિત કરી છે. અગાઉના દિવસે, ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આમેર ફારૂકે કહ્યું હતું કે જો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વડાની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે, તો તેમને છોડવા પડશે. કોર્ટે આ નિર્ણય અનામત રાખ્યો હતો. થોડા કલાકો પછી, કોર્ટે કહ્યું કે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) એ ઈમરાનની ધરપકડ કરતી વખતે તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે,  બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | સાઉથ બોપલમાં વીજપોલ સાથે અથડાયા બાદ પલટી કાર, કારચાલક ફરારFiring Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધHun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે,  બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Bollywood News: પુત્ર યુગને લઇને હોસ્પિટલ પહોંચી કાજોલ, ગાર્ડને માર્યો ધક્કો, જુઓ વીડિયો
Bollywood News: પુત્ર યુગને લઇને હોસ્પિટલ પહોંચી કાજોલ, ગાર્ડને માર્યો ધક્કો, જુઓ વીડિયો
Navratri 2024: જો મા દુર્ગાના આશિર્વાદ મેળવવા હોય તો નવરાત્રિમાં ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ
Navratri 2024: જો મા દુર્ગાના આશિર્વાદ મેળવવા હોય તો નવરાત્રિમાં ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
Embed widget