શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને પ્રથમવાર કબૂલ્યું, પાકમાં જ છે દાઉદ ઈબ્રાહિમ, કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં રહે છે
ફાઇનાંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર આવવા માટે પાકિસ્તાને 88 આતંકીઓની યાદી જાહેર કરી છે અને તેમાં દાઉદનું ના પણ સામેલ છે
નવી દિલ્હી: પાકિસ્તાન દુનિયા સામે ફરી એકવાર બેનકાબ થઈ ગયું છે. આખરે પાકિસ્તાને કબૂલ કર્યું છે કે, અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. પાકિસ્તાને પહેલીવાર આ વાત કબુલી છે. પાકિસ્તાને આંતકવાદીઓની નવી લિસ્ટ જાહેર કરી છે. તેમાં હાઉદ ઈબ્રાહિમ સહિત અનેક આતંકવાદી આકાઓના નામ છે.
વાસ્તવમાં, ફાઇનાંશિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ‘ગ્રે લિસ્ટ’માંથી બહાર આવવા માટે પાકિસ્તાને 88 આતંકીઓની યાદી જાહેર કરી છે અને તેમાં દાઉદનું નામ પણ સામેલ છે અને તે કરાચીના ફ્લિફ્ટન વિસ્તારના વ્હાઈટ હાઉસમાં રહે છે.
દાઉદ ઈબ્રાહિમ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તેણે 1993માં મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા. મુંબઈ ધમાકા બાદ તે પરિવાર સહિત મુંબઈથી ભાગી ગયો હતો. દાઉદનું નામ ભારતની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે.
દુનિયા સામે એ વાતના પુરાવા સામે આવતા રહ્યાં કે દાઉદ પાકિસ્તાનમાં છે પરંતુ પાકિસ્તાન સતત ઈનકાર કરતું આવ્યું હતું. દુનિયાના અનેક દેશોની તપાસ કરી છે.
પાકિસ્તાન સરકારે હાલમાંજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ( UNSC) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીના અનુપાલનમાં આતંકી સંગઠનોના 88 આકાઓ અને સભ્યો પર પ્રતિબંધ લગાવ્યા છે. તેમના બેન્ક એકાઉન્ટ સિલ મારવાના આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
દેશ
Advertisement