Pakistan: 'પાકિસ્તાનમાં બધુ બરાબર ચાલે છે, આ તો વિરોધીઓ અફવાઓ ફેલાવે છે', - કંગાળ દેશના મંત્રીનુ હાસ્યાસ્પદ નિવેદન
પાકિસ્તાનના નાણાં મંત્રી ઇશાક ડાર (Ishaq Dar)નું કહેવુ છે કે, કંગાળીને લઇને વિરોધી દૂર્ભાગ્યપૂર્ણ અફવાઓ ફેલાવી રહ્યાં છે. જે બિલકુલ જુઠ્ઠી છે.
Pakistan Ishaq Dar On Economic Crisis: પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ ધીમે ધીમે વધુ તંગ થઇ રહી છે. સરકારની પાસે વિદેશી મુદ્રા ભંડારની પણ કમી છે. મોંઘવારી ચરમ પર પહોંચી ચૂકી છે, અને સામાન્ય નાગરિકોને બે ટંકનું ખાવાનુ મળવુ પણ મુશ્કેલ બની રહ્યું છે. કેટલાય પરિવારો ભૂખ્યા પેટે રાત્રે સૂઇ રહ્યાં છે. લોકો દાણા-દાણા માટે રઝળી રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાનના નાણાં મંત્રીએ (Pakistan Finance Minister) એક હાસ્યાસ્પદ નિવદેન આપ્યુ છે, તેમને દાવો કર્યો છે કે, પાકિસ્તાનમાં બધુ બરાબર ચાલી રહ્યું છે, અને કંગાળીને લઇને માત્ર અફવાઓ જ ફેલાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનના નાણાં મંત્રી ઇશાક ડાર (Ishaq Dar)નું કહેવુ છે કે, કંગાળીને લઇને વિરોધી દૂર્ભાગ્યપૂર્ણ અફવાઓ ફેલાવી રહ્યાં છે. જે બિલકુલ જુઠ્ઠી છે.
શું પાકિસ્તાનની કંગાળી માત્ર અફવા ?
નાણામંત્રી ઇશાક ડારનો દાવો છે કે પાકિસ્તાન ડિફૉલ્ટ નથી કરી રહ્યું. પાકિસ્તાન વિરોધ તત્વ દૂર્ભાગ્યપૂર્ણ અફવા ફેલાવી રહ્યાં છે કે પાકિસ્તાન ડિફૉલ્ટ થઇ શકે છે. આ પુરેપુરી રીતે જુઠ્ઠુ છે અને તથ્યોને જુઠલાવવામાં આવ્યા છે. એસબીપી વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યો છે. સમય પર તમામ બહારની ચૂકવણી કરવા છતાં ચાર અઠવાડિયા પહેલાની સરખામણીમાં લગભગ 1 બિલિયન ડૉલર વધુ છે.
નાણામંત્રી ઇશાક ડારનો દાવો -
પાકિસ્તાનના નાણામંત્રીએ આગળ દાવો કર્યો છે કે, વિદેશી કૉમર્શિયલ બેન્કોએ પાકિસ્તાનમાં સુવિધાઓ આપવાનુ શરૂ કરી દીધુ છે, તેમને કહ્યું કે, આઇએમએફની સાથે અમારી વાતચીત શરૂ થવાની છે, અને અમે આગામી સપ્તાહ સુધી આઇએમએફની સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની આશા રાખીએ છીએ, તમામ આર્થિક સંકેતક ધીમે ધીમે યોગ્ય દિશામાં જઇ રહ્યાં છે.
Pakistan Crisis: ડુબતા પાકિસ્તાનને મળ્યો ચીનનો સહારો, ડ્રેગને આપી 70 કરોડની અમેરિકન ડૉલરની મદદ
Pakistan Economy Crisis: દેવાળીયુ થવાની કગાર પર ઉભા રહેલા પાકિસ્તાનને ચીને શુક્રવારે (24 ફેબ્રુઆરી)એ રાહતના સમાચાર આપ્યા. ખરેખરમાં લૉન માટે અનેક દેશોમાં ભટક્યા બાદ પાકિસ્તાનને ક્યાંયથી પણ મદદ ન હતી મળી રહી. આ બધાની વચ્ચે શુક્રવારે અચાનક ચીને તેના પર પોતાની બિમાર અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે 70 કરોડ અમેરિકન ડૉલરની મદદ કરી દીધી. આ મદદ એવા સમયે આવી છે, જ્યારે તેને તેની સૌથી વધુ જરૂર છે.
પાકિસ્તાનના નાણાંમંત્રી ઇશાક ડાર, જેને આ અઠવાડિયે શરૂઆતમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાન ચીનમાં પાસેથી મદદની આશા રાખી રહ્યુ છે, શુ્ક્રવારે ઇશાક ડારે સોશ્યલ મીડિયા પર આ વાતની પુષ્ટી કરતા બતાવ્યુ કે ચીને 70 કરોડ અમેરિકન ડૉલર આપી દીધા છે.
ચીનને બતાવ્યુ સાચો દોસ્ત -
ડારે ટ્વીટ દ્વારા બતાવ્યુ કે, "સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનને ચાઇના ડેવલપમેન્ટ બેન્ક પાસેથી આજે 70 કરોડ ડૉલરનું ફન્ડ મળ્યુ છે. આ મદદ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના આ "વિશેષ મિત્ર"ના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તેમને આગળ લખ્યું- ચીન પાકિસ્તાનનો સહયોગી દેશ છે, અમે બધા આઇએમએફ કરારની રાહ જોઇ રહ્યાં હતા, પરંતુ તે પહેલા ચીને મદદ કરીને સાબિત કરી દીધુ કે તે પાકિસ્તાનનું સાચુ દોસ્ત છે. આ વાતોને ક્યારેય નહીં ભુલાવી શકાતી.