શોધખોળ કરો
Advertisement
PAKએ PM મોદી માટે ન ખોલ્યું એરસ્પેસ, ભારતે ICAOમાં કરી ફરિયાદ
બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રૂપે કાર્ડ લોન્ચ કરશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે સાઉદી અરેબિયાના બે દિવસના પ્રવાસ પર રવાના થશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને સાઉદીના કિંગ વચ્ચે દ્ધિપક્ષીય બેઠક થશે અને અનેક કરારો પર હસ્તાક્ષર થશે. સાઉદી પહોંચ્યા બાદ વડાપ્રધાન મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સૌદ સાથે લંચનો કાર્યક્રમ છે. બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન રૂપે કાર્ડ લોન્ચ કરશે. ત્યાબાદ વડાપ્રધાન ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટિવના ત્રીજા સત્રમાં સામેલ થશે.
વડાપ્રધાન મોદી એવા સમયમાં સાઉદીના પ્રવાસે જઇ રહ્યા છે જ્યારે પાકિસ્તાન સાઉદી અરેબિયા તરફથી કાશ્મીર પર મદદની આશા રાખી રહ્યુ છે. જોકે, ભારત સાથે સારા સંબંધોના કારણે પાકિસ્તાનને કોઇ પણ દેશનો સાથ નથી મળી રહ્યો. છેલ્લા દિવસોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યો હતો અને તેમણે કાશ્મીરને લઇને ભારતના વલણની જાણકારી આપી હતી. આ વર્ષે પાંચ ઓગસ્ટના રોજ મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી પાકિસ્તાન રઘવાયું બન્યું હતુ. આ કારણે પાકિસ્તાને વડાપ્રધાન મોદીના ફ્લાઇટ માટે પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી. સામાન્ય રીતે કોઇ પણ દેશ તેનાથી ઇનકાર કરી શકે નહીં. આ મામલે ભારતે International Civil Aviation Organizationને ફરિયાદ કરી છે.Prime Minister Narendra Modi to embark on a two-day visit to Saudi Arabia today. (file pic) pic.twitter.com/UpJmWAl1LU
— ANI (@ANI) October 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement