શોધખોળ કરો
Advertisement
કંગાળ પાકિસ્તાનને મોટો ફટકો, ટેરર ફન્ડિંગ મામલે FATF દ્વારા બ્લેકલિસ્ટ કરાયુ
ટેરર ફન્ડિંગ વિરુદ્ધ સુરક્ષા ઉપાયો માટે 11 માપદંડોમાંથી 10ને પુરા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે
નવી દિલ્હીઃ ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) તરફથી સંદિગ્ધ યાદીમાં નંખાયા બાદ પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. એફએટીએફ એશિયા-પેસિફિક ગ્રુપે (એપીજી) હવે પાકિસ્તાનને તેના માપદંડો પર ખરુ ના ઉતરવાના કારણે બ્લેક લિસ્ટ કરી દીધુ છે. પાકિ એશિયા-પેસિફિક ગ્રુપ (એપીજી)ના 10 માપદંડોને પુરા કરવામાં નિષ્ફળ રહ્યું છે.
એપીજીની અંતિમ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પોતાના કાયદાકીય અને નાણાંકીય પ્રણાલીઓ માટે 40 માપદંડોમાંથી 32ને પુરુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ ઉપરાંત ટેરર ફન્ડિંગ વિરુદ્ધ સુરક્ષા ઉપાયો માટે 11 માપદંડોમાંથી 10ને પુરા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે. હવે પાકિસ્તાન ઓક્ટોબરમાં બ્લેકલિસ્ટ થઇ શકે છે, કેમકે એફએટીએફની 27- પૉઇન્ટ એક્શન પ્લાનની 15 મહિનાની સમયાવધિ આ વર્ષે ઓક્ટોબરમાં પુરી થઇ રહી છે.
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ઓસ્ટ્રેલિયાના શહેર કેનબરામાં બેઠક થઇ રહી છે. અહીં પાકિસ્તાન સાથે જોડાયેલી મ્યૂચ્યૂઅલ ઇવેલ્યૂશન રિપોર્ટ (MER) રજૂ થયા બાદ સ્વીકાર કરવામાં આવનાર છે. આ પહેલા પાકિસ્તાને બુધવારે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સને અનુપાલન રિપોર્ટ સોંપી છે. આમાં 27 સુત્રી કાર્યયોજના (એક્શન પ્લાન)નો ઉલ્લેખ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion