શોધખોળ કરો
Advertisement
PAKના ગૃહમંત્રીનું કબૂલનામું, કહ્યું- કાશ્મીર મુદ્દે દુનિયા અમારી સાથે નહીં પરંતુ......
પાકિસ્તાનના ગૃહમંત્રીએ પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠનોની હાજરીનો પણ સ્વીકાર કર્યો છે.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના મામલે ભારત પર આરોપ લગાવનાર પાકિસ્તામ સમગ્ર વિશ્વમાં અલગ થલગ પડી ગયું છે. હવે પાકિસ્તાનના મંત્રીએ પણ આ વાત સ્વીકારી લીધી છે કે પાકિસ્તાનની વાત દુનિયામાં કોઈ સાંભળતું નથી અને જે સાંભળે છે એ વિશ્વાસ નથી કરી રહ્યા. પાકિસ્તાનના ગૃહમંત્રી બ્રિગેડિયર એજાજ અહમદ શાહે એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે.
પાકિસ્તાનના ગૃહમંત્રીએ પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠનોની હાજરીનો પણ સ્વીકાર કર્યો છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા એમના પર પ્રતિબંધ લગાવાના નિર્ણય પર તેમણે સ્વીકાર કર્યો કે આ એ જ આતંકી સંગઠન છે જેમણે અફઘાનિસ્તાન યુદ્ઘ અને કાશ્મીરમાં અશાંતિ ફેલાવામાં પણ ભાગ લીધો. ગૃહમંત્રીએ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર સરકારના સ્ટેન્ડ પર તેમણે કોઇ જવાબ આપ્યો નથી.
ઇમરાન ખાનના મંત્રી એ સ્વીકાર કર્યો કે પાકિસ્તાનના લાખ પ્રયત્નો છતાં પણ દુનિયા ભારતનો જ વિશ્વાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કાશ્મીર પર અમે કહી રહ્યા છીએ કે ત્યાં કર્ફ્યૂ લગાવ્યો છે, ત્યાંના લોકોને દવાઓ મળી રહી નથી. લોકો મરી રહ્યા છે પરંતુ દુનિયા અમારા પર વિશ્વાસ કરી રહી નથી. દુનિયા હિન્દુસ્તાન પર વિશ્વાસ કરી રહી છે, જ્યારે અમે સાચું બોલી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion