Pakistan Nuclear Bomb : ...તો પાકિસ્તાનના તમામ પરમાણું હથિયારો આંચકી લેશે અમેરિકા?
નિષ્ણાતોનું કહેવું છે કે, જો પાકિસ્તાન બરબાદ થઈ જશે તો અમેરિકા દુનિયાનો પહેલો એવો દેશ હશે જે મદદ માટે આગળ આવશે અને મદના બદલામાં પરમાણુ બોમ્બનો કબજો પોતાના હસ્તક લેશે.
America CIA Capture Pakistani Nuclear Weapons : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે અને દેશ ગમે ત્યારે ડિફોલ્ટ થઈ શકે છે. IMF પાકિસ્તાનને લોન નથી આપી રહ્યું અને શાહબાઝ શરીફ સરકાર સાઉદી અરેબિયા સામે ભીખ માંગી રહી છે. ચીન ભલે પાકિસ્તાનની મદદ માટે આગળ આવ્યું હોય પરંતુ તે તેની માથાકૂટ ઓછી કરી રહ્યું નથી. હવે દુનિયા આખીએ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન પરમાણુ હથિયારો ધરાવતો દેશ છે અને દુનિયા તેને કંગાળ નહીં થવા દે. તેના પર નિષ્ણાતોનું કહેવું છે કે, જો પાકિસ્તાન બરબાદ થઈ જશે તો અમેરિકા દુનિયાનો પહેલો એવો દેશ હશે જે મદદ માટે આગળ આવશે અને મદના બદલામાં પરમાણુ બોમ્બનો કબજો પોતાના હસ્તક લેશે.
અમેરિકાની ડેલવેર યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારત-પાકિસ્તાન બાબતોના નિષ્ણાત ડૉ. મુખ્તાર ખાન કહે છે કે, જો પાકિસ્તાન બરબાદ થઈ જશે અને પરમાણુ બ્લેકમેલ કરશે તો સૌથી પહેલા અમેરિકા આગળ આવશે અને તેના પરમાણુ હથિયારો છીનવી લેશે. ત્યાર બાદ પાકિસ્તાન માટે બ્લેકમેલ કરવા માટે કંઈ જ બાકી નહીં રહે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો પર અમેરિકાનું નિયંત્રણ છે? તો ડૉ. ખાને કહ્યું હતું કે, જો અમેરિકી ગુપ્તચર એજન્સી અને સૈન્ય પાસે પાકિસ્તાનના પરમાણુ હથિયારોને દૂર કરવાની કોઈ યોજના નથી તો તેઓ બેજવાબદાર છે.
'ભારત પાસે વધુ શક્તિશાળી પરમાણુ બોમ્બ'
ડૉ. ખાને કહ્યું હતું કે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ અને સેના એટલી અસમર્થ નથી. લાદેનને માર્યા બાદ અમેરિકા કહેતું હતું કે, પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો ખતરો છે. જોકે હવે અમેરિકા પાકિસ્તાની પરમાણુ બોમ્બ પર કશું બોલતું નથી. તેનું કારણ એ છે કે કાં તો અમેરિકા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની સુરક્ષાને લઈને સંતુષ્ટ છે. તેને વિશ્વાસ છે કે, જો કોઈ આતંકવાદી જૂથ તેને હસ્તગત કરે તો પણ તે ટેકનિકલ કારણોસર તેનો ઉપયોગ કરી શકશે નહીં.
ભારતીય-અમેરિકન નિષ્ણાતે કહ્યું હતું કે, તેનું કારણ એ પણ હોઈ શકે છે કે, અમેરિકાએ પરમાણુ બોમ્બને નષ્ટ કરવાની ક્ષમતા મેળવી લીધી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન પાસે ભારત કરતા વધુ પરમાણુ બોમ્બ છે. જો કે ભારતના પરમાણુ હથિયારો ટેકનિકલી વધુ આધુનિક છે અને હાઈડ્રોજન બોમ્બ છે જે પાકિસ્તાન પાસે નથી. પાકિસ્તાન પાસે લગભગ 198 પરમાણુ બોમ્બ છે. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાન એકવાર પણ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તો તે એલિયન બની જશે. આ જ કારણ છે કે, રશિયા પણ યુક્રેન પર હુમલો કરવા સક્ષમ નથી. પાકિસ્તાની મૂળના લોકોએ વિદેશથી પાછા ભાગવું પડશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બને લઈને એક યોજના બનાવી છે. તેનું નામ સ્નેચ એન્ડ ગ્રેબ છે.