Pakistan : પાકિસ્તાની પત્રકાર પણ PM મોદી પર ફિદા, શરીફને આપી સોનેરી સલાહ
પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ હોવાથી અનેક પરિવારોમાં ભૂખમરાની સ્થિતિ છે. પાકિસ્તાની માધ્યમો પણ દેશની આ હાલત માટે શાહબાઝ સરકારને કોસ કરી રહ્યું છે.
Pakistan Economic Crisis: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યંત દયનિય બની છે. દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણ પતનની આરે છે. દેશમાં કરન્સી રિઝર્વની ભારે અછત છે. પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ હોવાથી અનેક પરિવારોમાં ભૂખમરાની સ્થિતિ છે. પાકિસ્તાની માધ્યમો પણ દેશની આ હાલત માટે શાહબાઝ સરકારને કોસ કરી રહ્યું છે. હવે પાકિસ્તાનના પત્રકારો ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકમાત્ર વિકલ્પ તરીકે જોઈ રહ્યાં છે.
એક પાકિસ્તાની પત્રકારે તો ત્યાં સુધી કહી દીધું છે કે, પીએમ શાહબાઝ શરીફ દુનિયા પાસે ભીખ માંગે છે, પરંતુ તેમને કોઈ લોન આપવા તૈયાર નથી. આવી સ્થિતિમાં તેઓએ મોદી તરફ જોવું જોઈએ. અગાઉ પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પીટીઆઈના વડા ઈમરાન ખાને પણ સરકાર પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, શેહબાઝ શરીફ ભીખ માંગીને દુનિયાભરમાં ફરે છે પરંતુ કોઈ લોન ચૂકવવા માંગતું નથી.
શાહબાઝને પાકિસ્તાની પત્રકારની સલાહ
પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ પોતાની યુટ્યુબ ચેનલ પર દેશની કથળતી અર્થવ્યવસ્થા માટે સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે, શાહબાઝ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે વિશ્વભરના દેશોની મુલાકાતમાં વ્યસ્ત છે. તેઓ અન્ય દેશો પાસેથી લોનની વિનંતી કરી રહ્યા છે, પરંતુ વિશ્વના ઘણા દેશો પૈસા આપીને કંટાળી ગયા છે. હવે વર્લ્ડ બેંક પણ પૈસા આપતા પહેલા ગંભીરતાથી વિચારી રહી છે.
'ચીન, અમેરિકા બધાની હાલત ખરાબ'
પાકિસ્તાની પત્રકારે વધુમાં કહ્યું હતું કે, અમેરિકા અને ચીનની અર્થવ્યવસ્થા પણ સારી નથી. સાઉદી અરેબિયાએ એમ પણ કહ્યું છે કે, અમે સૌકોઈને લોન નહીં આપીએ. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનના દરેક નેતામાં એવી પ્રતિભા છે કે જો તે બોરી માંગે તો તેને ચોક્કસપણે બેગ મળશે. તેમણે પીટીઆઈ ચીફને ટોણો મારતા કહ્યું હતું કે, ઈમરાન ખાન કહે છે કે તમે મને પાછા લાવો તો દેશ બચી જશે. શાહબાઝ શરીફ તો માત્ર પોતાની સામેના કેસ રફેદફે કરવા આવ્યા છે.
હવે મોદીનો જ એકમાત્ર આધાર?
પાકિસ્તાની પત્રકારે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન સરકારે ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવવો જોઈએ. તેમનો ઈશાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ હતો. તેમણે કહ્યું હતું કે, શાહબાઝ શરીફે પીએમ મોદી તરફ હાથ લંબાવવો જોઈએ. દોસ્તીનો હાથ લંબાવો.... સહાનુભૂતિનો હાથ લંબાવો. કંઈક માંગવા માટે લંબાવો. તેમણે કહ્યું હતું કે, મોદીજી પાસેથી અપેક્ષા રાખી શકાય.
પાકિસ્તાની મીડિયાએ પણ મોદીના કર્યા હતા વખાણ
આ અગાઉ પણ 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'ના એડિટોરિયલમાં પાકિસ્તાની રક્ષા વિશ્લેષક શહજાદ ચૌધરીએ કહ્યું હતું કે, ભલે પાકિસ્તાનમાં આર્થિક સંકટ ઘેરું થઈ રહ્યું છે, પરંતુ પાડોશી દેશ ભારત દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. શહજાદ ચૌધરીએ ચેતવણી આપી હતી કે, હવે પીએમ શાહબાઝ શરીફે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને કેવી રીતે સુધારવી તે અંગે ગંભીરતાથી વિચારવું પડશે.
શહઝાદ ચૌધરીએ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં એક લેખમાં લખ્યું હતું કે, હવે સમય ઘણો બદલાઈ ગયો છે. ભારત દુનિયાનો એક એવો દેશ બની ગયો છે. અમેરિકા અને રશિયા પણ હવે ભારતને આંખ નથી દેખાડી શકતા. ઈન્ટરનેશનલ લેવલે ભારતની ઈમેજ ઉજળી કરવા માટે મોદીએ જે કામ કર્યું છે તે કોઈ ના કરી શકે.