શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કરાચી વિમાન ક્રેશ: પ્રધાનમંત્રી ઈમરાન ખાને આપ્યા તપાસના આદેશ, કહ્યું- દુખી અને હેરાન છું
પડોશી દેશમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું એક વિમાન ક્રેશ થયું છે. આ ઘટના પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દુખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે.
નવી દિલ્હી: પડોશી દેશમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું એક વિમાન ક્રેશ થયું છે. આ ઘટના પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દુખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ વિમાન દુર્ઘટનામાં પીડિત લોકોના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી છે.
પીએમ ઈમરાન ખાને ટ્વિટ કર્યું, 'પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(PIA)ના ક્રેશ થવાથી હેરાન અને દુખી છું. હું PIAના સીઈઓ અર્શદ મલિકના સંપર્કમાં છું. તેઓ કરાચી માટે નિકળી ગયા છે. રસ્ક્યૂ અને બચાવ ટીમ સ્થળ પર છે. આ સમયે આજ આપણી પ્રાથમિક્તા છે. તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મૃતકોના પરિવાર માટે દુઆ અને સંવેદના વ્યક્ત કરુ છું.'
ઉલ્લેખનીય છે કે A-320 વિમાનમાં કુલ 107 લોકો સ્વાર હતા. જેમાં 99 મુસાફરો અને આઠ ક્રૂ મેમ્બર સામેલ હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિમાન કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ માટે પહોંચવાનું હતું, પરંતુ થોડીવાર પહેલા જ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું.
વિમાને બપોરે આશરે દોઢ વાગ્યે લાહરોથી કરાચી એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. એરપોર્ટથી થોડા પહેલા જ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું. સેનાની ક્વિક એક્શન ટીમ અને પાકિસ્તાની સૈનિક નાગરિકની સાથે રાહત અને બચાવ કાર્યમાં જોડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion