શોધખોળ કરો
Advertisement
કાશ્મીર મુદ્દે ઇમરાન ખાન પર ભડકી પૂર્વ પત્ની રેહમ ખાન, કહ્યું- પપ્પૂ સરકાર છે
ઇમરાન ખાનની પૂર્વ પત્નીએ કહ્યું, મોદીએ તો રાતો રાત કાશ્મીર તમારા પરથી લઈ લીધું અને તમને ખબર પણ ના પડી. તમે મોદીને ખરૂ ખોટું કહીને કાશ્મીર પરત નથી લઈ શકતા.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીના મુદ્દાને લઈને પાકિસ્તાનના વડાપ્રાધાન ઇમરાન ખાનની પત્નીએ તેના પર નિશાન સાધ્યું છે. કાશ્મીર પર ઇમરાન ખાન સરકારની નિષ્ફળતાને લઈ રેહમ ખાને એકવારી ફરી તેની આલોચના કરી છે અને ઇમરાન સરકારને પપ્પૂ ગણાવી છે. રેહમ ખાને કહ્યું કે તમે કાશ્મીરના મુદ્દાને મજબૂત રીતે ઉઠાવી શક્યા નથી. તેથી હું તમને પપ્પૂ કહું છું.
રેહમ ખાને એક વીડિયોમાં કહ્યું કે કાશ્મીર પર ઇમરાન ખાનની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે. તમે ક્યારેક ભેંસો વેચી રહ્યાં છો તો ક્યારેક ગર્મીમાં રસ્તાઓ પર ઉભા રહો છો. ગરમીમાં પાકિસ્તાનના રસ્તાઓ પર ઊભા રહેવાથી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ નહીં આવે. લોકો તમારી નૌટંકીથી થાકી ગયા છે. ઉલ્લેખનીય છે ઇમરાન ખાને સત્તામાં આવતા જ ભેંસો વેચીને પૈસા બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઇમરાન ખાનની પૂર્વ પત્નીએ કહ્યું, મોદીએ તો રાતો રાત કાશ્મીર તમારી પાસેથી લઈ લીધું અને તમને ખબર પણ ના પડી. તમે મોદીને ખરૂ ખોટું કહીને કાશ્મીર પરત નથી લઈ શકતા, લોકોને મુર્ખ બનાવવાનું બંધ કરો. ઉલ્લેખનીય છે કે રેહમ આ પહેલા પણ ઇમરાન ખાનની નીતિઓની ટીકા કરી ચુકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement