શોધખોળ કરો
Advertisement
ઇમરાન ખાનનો સ્વીકાર- સતાવી રહ્યો હતો ભારતના મિસાઇલ અટેકનો હતો ડર
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર પાકિસ્તાન પર સ્પષ્ટ દેખાઇ રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાન સંસદને સંબોધિત કરતા કહ્યું કે, અમને ડર હતો કે પાકિસ્તાનની કાર્યવાહી બાદ ભારત ક્યાંક મિસાઇલ હુમલો ના કરી દે જેથી આખો દેશ એલર્ટ પર રાખવામાં આવ્યો હતો. હવાઇ સેવાઓ રોકી દેવામાં આવી હતી અને સૈન્યને કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવાનો આદેશ કરાયો હતો.
ઇમરાન ખાને કહ્યું કે, ભારતના એક્શનથી અમે ખુશ નથી. જે રીતે તેઓ અમારી સરહદમાં ઘૂસ્યા હતા તે રીતે અમે ભારતીય સરહદમાં ઘૂસ્યા હતા. તેમના બે વિમાનને તોડી પાડ્યા હતા પરંતુ અમે શાંતિ ઇચ્છીએ છીએ. અમે ફક્ત એ બતાવવા માંગતા હતા કે અમે પણ હુમલો કરી શકીએ છીએ. ભારતે આજે જૈશ-એ-મોહમ્મદ પર ડોઝિયર સોંપ્યું છે. જો ભારત હુમલો કરતા અગાઉ ડોઝિયર સોંપ્યું હોત તો અમે કાર્યવાહી કરી હોત પરંતુ તેમણે ડોઝિયર સોંપતા અગાઉ અમારા પર હુમલો કરી દીધો.
ઇમરાન ખાને કહ્યું કે, અમે કોઇ લડાઇ ઇચ્છતા નથી અને આ માટે મે ગઇકાલે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમે જે પ્રયાસ કર્યો તેને અમારી નબળાઇ ના સમજવી જોઇએ. નોંધનીય છે કે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી અડ્ડાઓ પર ભારતીય એરફોર્સે બોમ્બમારો કર્યો હતો અને સવારે પાકિસ્તાની વિમાનો ભારતમાં ઘૂસી આવ્યા હતા અને નૌશેરા સેક્ટરમાં બોમ્બમારો કર્યો હતો. જેના જવાબમાં ભારતીય વિમાનો પાકિસ્તાની જેટને તોડી પાડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement