શોધખોળ કરો
ઈમરાન ખાને પરમાણુ હુમલાની આપી ધમકી, કહ્યુ- કાશ્મીર મુદ્દે કોઈપણ હદે જઈશું
ફ્રાન્સમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશને સંબોધન કરતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે.
નવી દિલ્હી: ફ્રાન્સમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશને સંબોધન કરતા ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. ઈમરાન ખાને તેમના દેશવાસીઓને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવી પીએમ મોદીની મોટી ભૂલ છે અને કાશ્મીર મુદ્દે કોઈ પણ હદે જઈશું.
ઈમરાન ખાને કહ્યું અમે ભારતને કહ્યું કે તમે એક પગલુ આગળ વધશો તો અમે બે પગલા આગળ વધીશું, પરંતુ કાશ્મીરમાં થઈ રહેલા અત્યાચારના કારણે કાશ્મીરી યુવાનોએ પુલવામાને અંજામ આપ્યો. ગાંધી અને નેહરૂએ જે કાશ્મીરના લોકો સાથે વાયદાઓ કર્યા, તેઓ તેની વિરૂદ્ધ ગયા, પીએમ મોદી અને આરએસએસનુ વલણ એક જેવું છે અને આરએસએસને મુસ્લિમોથી નફરત છે તેઓ હિંદુ રાજની સ્થાપના કરવા ઈચ્છે છે. દુનિયાભરમાં ટીકા થયા બાદ પણ પાકિસ્તાન બાજ નથી આવ્યું. ઈમરાન ખાને પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી દીધી. ઈમરાને કહ્યું કે હવે કાશ્મીર પર ફેંસલો કરવાનો સમય આવી ગયો છે. ભારત બાલાકોટ જેવો બીજો હુમલો કરી શકે છે. પીઓકેમાં અમે પૂરી રીતે તૈયાર છીએ. કાશ્મીર મુદ્દે મુસ્લિમ દેશો સાથે વાતચીત કરીશ અને મુસ્લિમ દેશો આપણા પક્ષમાં આવશે.Imran Khan: If conflict moves towards war then remember both nations have nuclear weapons &no one is a winner in nuclear war and it has global ramifications.Super powers of the world have a huge responsibility..whether they support us or not Pak will go to every extent (file pic) pic.twitter.com/6Rgpg2kscS
— ANI (@ANI) August 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement