Pakistan Political Crisis: અડધી રાત્રે પડી ઇમરાન સરકાર, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં પડ્યા 174 મત, PTIના સાંસદોએ કર્યો બહિષ્કાર
પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે. પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં તેમની સરકારની હાર થઇ હતી.
Imran Khan Loses No Trust Vote: પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય અસ્થિરતા વચ્ચે ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે. પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં તેમની સરકારની હાર થઇ હતી. 174 મત ઇમરાન ખાન વિરોધમાં પડ્યા હતા. મતદાનમાં ઇમરાન ખાનની પાર્ટીના સાંસદોએ બહિષ્કાર કર્યો.
Imran Khan loses no-confidence motion, ousted as Pakistan PM
— ANI Digital (@ani_digital) April 9, 2022
Read @ANI Story | https://t.co/MfbnSBzOsR#ImranKhan #Pakistan #NoconfidenceVote #noconfidencemotion #PakistanPoliticalCrisis #ImranKhanloses pic.twitter.com/BtOLliEAoL
નોંધનીય છે કે પાકિસ્તાનના ચીફ જસ્ટીસે રાત્રે 12 વાગ્યે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો હતો કારણ કે નેશનલ અસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરવાની મંજૂરી આપી નહોતી. એવામાં કોર્ટના આદેશ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન અડધી રાત્રે કરવામાં આવ્યું હતું. હવે જ્યારે ઇમરાન ખાનની સરકાર પડી ગઇ છે એવામાં પાકિસ્તાનના આગામી વડાપ્રધાન શાહબાઝ શરીફ હોઇ શકે છે. વિપક્ષે વડાપ્રધાન પદ માટે શાહબાઝ શરીફને સમર્થન આપ્યું છે.
પાકિસ્તાનમાં આજ સુધી કોઇ વડાપ્રધાન પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યો નથી. ઇમરાન પ્રથમ એવા નેતા છે જેમણે અવિશ્વાસ પ્રસ્તાવ મારફતે વડાપ્રધાન પદ પરથી હટાવવામા આવ્યા છે. અવિશ્વાસ પર મતદાન અગાઉ ઇમરાને વડાપ્રધાનનું નિવાસસ્થાન છોડી દીધું હતું.
પાકિસ્તાન માટે દુઃખદ દિવસ
ઈમરાન ખાનની સરકાર તૂટી પડ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ માહિતી પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે આજનો દિવસ પાકિસ્તાન માટે દુઃખદ દિવસ હતો. તેણે કહ્યું કે લૂંટારાઓ ઘરે પરત ફર્યા છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન ઈમરાન ખાનને વડાપ્રધાનના નિવાસસ્થાનેથી વિદાય આપવામાં આવી છે. પાકિસ્તાની હોવાનો ગર્વ છે અને તેમના જેવો નેતા મળવાથી હું ધન્ય છું.
શાહબાઝ શરીફે કહ્યું- એક નવી સવારની શરૂઆત થઈ છે
ઈમરાન સરકારના પતન પર ગૃહમાં બોલતા પાકિસ્તાનના આગામી સંભવિત વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે આજે પાકિસ્તાનમાં એક નવી સવારની શરૂઆત થવા જઈ રહી છે. આજે પાકિસ્તાનના લોકોની દુઆ કબૂલ થઇ છે.
તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં નેતાઓને કેવી રીતે જેલમાં મોકલવામાં આવ્યા, અમે તે બાબતમાં જવા માંગતા નથી. અમે પાકિસ્તાનને વધુ સારું બનાવવા માંગીએ છીએ. હું કહેવા માંગુ છું કે અમે આ રાષ્ટ્રના ઘાને મટાડવા માંગીએ છીએ. અમે કોઈની સાથે બદલો લઈશું નહીં. અમે કોઈને જેલમાં મોકલીશું નહીં, પરંતુ કાયદો પોતાનું કામ કરશે. ન્યાયની જીત થશે. આપણે સાથે મળીને આ દેશને ચલાવીશું અને પાકિસ્તાનને કાયદે આઝમનું પાકિસ્તાન બનાવીશું.
પીએમ ઈમરાન વિરુદ્ધ 8 માર્ચે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો છે, જેમાં 172 બહુમતી હોય છે. પીટીઆઈની આગેવાની હેઠળનું ગઠબંધન 179 સભ્યોના સમર્થનથી રચાયું હતું, જેમાં ઈમરાન ખાનની પીટીઆઈ પાસે 155 સભ્યો હતા. પીટીઆઈએ તેના મુખ્ય સાથી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) ને ગુમાવ્યા બાદ ઈમરાન ખાનને મોટો આંચકો લાગ્યો હતો અને વિરોધ પક્ષે 8 માર્ચે PM વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.