શોધખોળ કરો
Advertisement
ભારત સાથે ‘દુશ્મની’ની અસર, પાકિસ્તાનમાં 180 રૂપિયે કિલો વેચાઈ રહ્યા ટામેટા
નવી દિલ્હીઃ પુલવામાં હુમલા બાદ સમગ્ર દેશમાં જારી આક્રોશની અસર હવે બન્ને દેશોના વ્યાપારિક સંબધો પર પણ જોવા મળી રહી છે. રોડ મારફતે થનારી અનેક જરૂરી વસ્તુઓની સપ્લાઈમાં ઘટાડો જોવા મળ્યો છે. અનેક ટ્રેડર્સ અને ખેડૂતોએ માલ મોકલવાનું બંધ કરી દીધું છે. પાકિસ્તાનથી આયાત કરવામાં આવતી વસ્તુઓ પર બેસિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધી ગઈ છે, જ્યારે ભારતીય ખેડૂતોએ પોતાની પ્રોડક્ટ પાકિસ્તાન મોકલવાનું બંધ કર્યું છે. મધ્ય પ્રદેસના ખેડૂતોએ પાકિસ્તાનમાં ટામેટા મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. તેની અસર એ છે કે પાકિસ્તાનમાં ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ જ સ્થિતિ અન્ય શાકભાજીની પણ છે.
પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આકાશ આંબી રહ્યો છે. લાહોરમાં ટામેટા 180 રૂપિયા કિલો મળી રહ્યાં છે. ત્યાં જ ભારતમાં ટામેટાનો ભાવ 10 રૂપિયા કિલો છે. પાકિસ્તાનને સૌથી વધુ ફળ-શાકાભાજી સપ્લાઇ કરનારી આઝાદપુર મંડીના વેપારીઓએ ત્યાં માલ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના શાકભાજી માર્કેટમાં બટાકાના ભાવમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનમાં બટાકાનો ભાવ 30-35 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ મોદી સરકારે પાકિસ્તાનને આપેલા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઇ લીધો હતો. ટૂંક સમયમાં જ આ નિર્ણય અંગે ભારત વિશ્વ વેપાર સંગઠન (WTO)ને સૂચના આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement