શોધખોળ કરો
પાકની કાયરતા, કાશ્મીર મુદ્દે પાકિસ્તાનીઓએ લંડનમાં ભારતીય ઉચ્ચાયોગની ઓફિસ પર પથ્થરમારો કર્યો, બારીના કાચ તોડ્યા
ભારતીય ઉચ્ચાયોગે એક તસવીર ટ્વીટ કરી છે, જેમાં બિલ્ડીંગના કાચ તુટેલા દેખાઇ રહ્યાં છે. આ ઘટના 3જી સપ્ટેમ્બરે ઘટી છે. ઘટનાને લઇને બ્રિટિશ સરકારે ફરિયાદ પણ નોંધી છે
લંડનઃ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ભારતના વિરોધમાં છેલ્લા સ્તરે ઉતરી ગયુ છે. આર્ટિકલ 370 હટાવવા અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાને લઇને બોખલાયેલુ પાકિસ્તાન હવે વિદેશમાં પણ ભારતને લઇને વિરોધ કરી રહ્યું છે.
વિદેશમાં પાકિસ્તાનીઓએ કાયર હરકત કરી છે. પાકિસ્તાની મૂળના લોકોએ લંડનમાં કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કર્યો હતો, એટલુ જ નહીં બાદમાં હિંસા પર ઉતરી આવ્યા અને લંડનની ભારતીય ઉચ્યાયોગની ઓફિસની બિલ્ડીંગના કાચ તોડી નાંખ્યા હતા. આ વાતની માહિતી ભારતીય ઉચ્ચાયોગને ટ્વીટ કરીને આપી હતી.
ભારતીય ઉચ્ચાયોગે એક તસવીર ટ્વીટ કરી છે, જેમાં બિલ્ડીંગના કાચ તુટેલા દેખાઇ રહ્યાં છે. આ ઘટના 3જી સપ્ટેમ્બરે ઘટી છે. ઘટનાને લઇને બ્રિટિશ સરકારે ફરિયાદ પણ નોંધી છે.Another violent protest outside the Indian High Commission in London today, 3 September 2019. Damage caused to the premises. @foreignoffice @UKinIndia @MEAIndia @DominicRaab @DrSJaishankar @PMOIndia @tariqahmadbt pic.twitter.com/2sv0Qt1xy8
— India in the UK (@HCI_London) September 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement