શોધખોળ કરો
Advertisement
પરવેઝ મુશર્રફે ભારત વિરૂદ્ધ ઓક્યું ઝેર, કહ્યું- કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે
તેમણે દાવો કર્યો કે વર્ષ 1999માં આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ભારતે અમેરિકી રાષ્ટ્રપતિની મદદ લેવી પડી હતી.
નવી દિલ્હીઃ કાશ્મીર તો દરેક પાકિસ્તાનીના લોહીમાં છે અને ગમે તે થાય પાક. સૈન્ય અને આખો દેશ કાશ્મીરીઓની પડખે જ ઊભો રહેશે, એમ રાજકારણમાં પરત ફરી રહેલા પરંતુ માંદગીના બીછાને પડેલા પાકિસ્તાનના પૂર્વ લશ્કરી શાસક પરવેઝ મુશર્રફે કહ્યું હતું.
હાલ દુબઇમાં રહેતા જનરલ મુશર્રફેએ કાર્ગીલનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઝેર ઓકતા કહ્યું હતું કે પાકિસ્તાનના શાંતિના પ્રયાસો છતાં ભારત પાક.ને સતત ધમકીઓ આપ્યા કરે છે. કદાચ ભારતીય સૈન્ય કાર્ગિલને ભુલી ગયું છે.
તેમણે દાવો કર્યો કે વર્ષ 1999માં આ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ભારતે અમેરિકી રાષ્ટ્રપતિની મદદ લેવી પડી હતી. ઑલ પાકિસ્તાન મુસ્લિમ લીગનાં 76 વર્ષનાં અધ્યક્ષ મુશર્રફે રવિવારનાં પાર્ટીનાં સ્થાપના દિવસ પર દુબઈથી ટેલિફોન દ્વારા ઇસ્લામાબાદમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ટિપ્પણી કરી. તેમણે પોતાના લથડતી તબિયતને કારણે ગત વર્ષે રાજકીય ગતિવિધિઓમાંથી આરામ લીધો હતો.
તેમણે કહ્યું હતું કે કાશ્મીર તો દરેક પાકિસ્તાનીના લોહીમાં છે. ભારત સરકારે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબુદ કર્યા પછી ભારત અને પાકિસ્તાનના બગડેલા સબંધો પછી પહેલી જ વાર તેઓ જાહેરમાં ટીપ્પણી કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, “શાંતિની પાકિસ્તાનની ઇચ્છાને નબળાઇ ના સમજવામાં આવે, કારણ કે પાકિસ્તાની સશસ્ત્રદળ કોઇ પણ ભારતીય દુસ્સાહસનો જવાબ આપવા માટે તૈયાર છે.” ભારત દ્વારા 5 ઑગષ્ટનાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લઇ લીધા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધો બગડ્યા છે. પાકિસ્તાને ભારત સાથે પોતાનો રાજદ્વારી સંબંધ કાપી નાંખ્યો છે અને ભારતીય હાઇ કમિશનને પરત મોકલી દીધું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement