'કોરોનાની રસી લઇ લો નહીં તો જેલ ભેગા કરી દઇશ' - કયા રાષ્ટ્રપતિએ પોતાના દેશની જનતાને આપી આવી ખુલ્લી ધમકી
રોડ્રિગો દુતેર્તેએ પહેલાથી રેકોર્ડ કરવામાં આવેલા પોતાના સાર્વજનિક ભાષણ દરમિયાન કહ્યું કે, જે લોકો વેક્સિનેશનના ઇચ્છુક નથી, તેમની ધરપકડ કરવામાં આવશે, જો તમે ઇચ્છો તો ભારત કે પછી અમેરિકા જઇ શકો છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે લડવા માટે દુનિયાના દરેક દેશો ઝડપથી કામે લાગ્યા છે, કોરોનાને હરાવવા માટે એકમાત્ર ઉપાય છે વેક્સિન. દુનિયામાં મોટા ભાગના દેશોમાં વેક્સિનેશનનુ કામ શરૂ થઇ ચૂક્યુ છે, જોકે કેટલાક દેશો એવા છે જ્યાં કોરોના વેક્સિનેશનની ગતિ ધીમી છે. આ મામલે હવે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ મોટી વાત કહી દીધી છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ કોરોના વાયરસના કેસોમાં ઢીલ ના આપતા દેશની જનતા સામે શરતો મુકી છે.
રોડ્રિગો દુતેર્તેએ પહેલાથી રેકોર્ડ કરવામાં આવેલા પોતાના સાર્વજનિક ભાષણ દરમિયાન કહ્યું કે, જે લોકો વેક્સિનેશનના ઇચ્છુક નથી, તેમની ધરપકડ કરવામાં આવશે, જો તમે ઇચ્છો તો ભારત કે પછી અમેરિકા જઇ શકો છે. ખરેખરમાં ફિલિપાઇન્સ કોરોના વાયરસ મહામારીમાં દક્ષિમ પૂર્વ એશિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક દેશ છે. એટલા માટે રાષ્ટ્રપતિ કોઇપણ બેદરકારી નહીં ચલાવી લે. તેમને પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મને ખોટો ના સમજતા, આ દેશને એક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, આ રાષ્ટ્રીય આપાતકાલ છે, જો તમે વેક્સિનેશન નથી કરાવવા ઇચ્છતા, તો હું તમારી ધરપકડ કરાવી દઇશ, આપણે પહેલાથી જ પીડિત છીએ, અને તમે વેક્સિન ના લઇને બોઝ વધારી રહ્યાં છો. સાથે કહ્યું કે, તો તમે તમામ ફિલિપીનો સાંભળી લો અને સાવધાન રહો. મને જબરદસ્તી કરવા પર મજબૂર ના કરો, જો કોઇને આ ના ગમતુ હોય તો તે ભારત કે પછી અમેરિકા જઇ શકે છે, પરંતુ જ્યાં સુધી તમે અહીં છો અને ત્યાં સુધી તમે એક માણસ છો જે વાયરલ ફેલાવી શકે છે, ખુદને વેક્સિન લગાવડાવો.
આઇવરમેક્ટિન વેક્સિન લેવાની આપી ધમકી-
રોડ્રિગો દુતેર્તેએ આગળ કહ્યું- વેક્સિન ડિક્લાઇનરને આઇવરમેક્ટિનનો એક ડૉઝ આપવાની ધમકી પણ આપી છે, આ જાનવરોના ઇલાજ ખાસ કરીને સુવર માટે વપરાતી એક પરજીવી વેક્સિન છે.
એક દિવસમાં નોંધાયા 4,353 કેસ-
ફિલિપાઇન્સ સ્વાસ્થ્ય વિભાગને જણાવ્યુ કે દેશમાં બુધવારે 4,353 નવા કોરોનાના કેસો નોંધાયા છે. વળી ફિલિપાઇન્સમાં કુલ કેસોની સંખ્યા 1,372,232 છે. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયન દેશની વસ્તી લગભગ 11 કરોડ છે.