શોધખોળ કરો

Earthquake: ફિલિપાઈન્સમાં આવ્યો 7.4ની તિવ્રતાનો ભૂકંપ, સુનામીની આપવામાં આવી ચેતવણી

Mindanao Earthquake: ફિલિપાઈન્સના મિંડાનાઓમાં શનિવારે (2 ડિસેમ્બર) 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

Mindanao Earthquake: ફિલિપાઈન્સના મિડાનાઓમાં શનિવારે (2 ડિસેમ્બર) 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ રાત્રે 8:07 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનમાં 50 કિલોમીટરની ઊંડાઈ પર હતું.

 

ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ અનુસાર, યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC)એ આ ભૂકંપની તીવ્રતા 7.5 અને તેનું કેન્દ્રબિંદુ 63 કિલોમીટરની ઉંડાઈ પર હોવાનું જણાવ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી હતી.

ફિલિપાઇન્સ અને જાપાનમાં ક્યારે પહોંચશે સુનામી ?

ફિલિપાઈન્સ અને જાપાનમાં સુનામી આવવાની આશંકા છે. ફિલિપાઈનની સિસ્મોલોજી એજન્સી PHIVOLCSએ જણાવ્યું હતું કે સુનામીના મોજા સ્થાનિક સમય (1600 GMT) મધ્યરાત્રિ સુધીમાં ફિલિપાઈન્સમાં પહોંચી શકે છે અને કલાકો સુધી ચાલુ રહેશે. જાપાની બ્રોડકાસ્ટર NHK એ જણાવ્યું હતું કે એક મીટર (3 ફૂટ) ઊંચા સુનામીના મોજા થોડી વાર પછી - 1:30 વાગ્યે (1630 GMT શનિવાર) જાપાનના પશ્ચિમ કિનારે પહોંચી શકે છે.

 

ગયા મહિને આવેલા ભૂકંપમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા

રોઇટર્સે અહેવાલ અનુસાર, ગયા મહિનાની શરૂઆતમાં, દક્ષિણ ફિલિપાઇન્સમાં 6.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. 17 નવેમ્બરના ભૂકંપમાં સારંગાની, સાઉથ કોટાબેટો અને દાવોઓ ઓક્સિડેન્ટલના પ્રાંતોમાં 13 લોકોના મોત અને 13 લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, 50 થી વધુ મકાનો અને ઇમારતોને નુકસાન થયું હતું. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતા સામાન્ય કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. ફિલિપાઈન્સમાં આ ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે અપડેટ આવવાનું બાકી છે.

ફિલિપાઇન્સ 'રિંગ ઓફ ફાયર'માં આવે છે

ફિલિપાઇન્સ પેસિફિક ક્ષેત્રના 'રિંગ ઓફ ફાયર'માં આવે છે, જ્યાં વારંવાર ભૂકંપ આવે છે. યુએસ જીઓલોજિકલ સર્વે આ પ્રદેશને વિશ્વમાં સૌથી વધુ ધરતીકંપ અને જ્વાળામુખી સક્રિય પ્રદેશ તરીકે વર્ણવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget