PM Modi : ભારત ઘર આંગણે જ વિકસાવશે 'હવાઈ યોદ્ધો', PM મોદીએ કર્યું સપનું સાકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સ્ટેટ વિઝિટ અને 'બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ તત્વ' વચ્ચે તેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) એક 'મુખ્ય સીમાચિહ્નરૂપ' છે.
![PM Modi : ભારત ઘર આંગણે જ વિકસાવશે 'હવાઈ યોદ્ધો', PM મોદીએ કર્યું સપનું સાકાર PM Modi : GE Eerospace Signs Agreement with HAL for Joint Production of Fighter Aircraft Engines in India PM Modi : ભારત ઘર આંગણે જ વિકસાવશે 'હવાઈ યોદ્ધો', PM મોદીએ કર્યું સપનું સાકાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/22/b4d83e8221a8e5b74e454a3da714f8461687433315421724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
GE Aerospace Signs MoU HAL: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. જેના પર દુનિયા આખીની નજર હતી અને જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી એ યુદ્ધ વિમાનના એન્જીન બનાવવાની ટેક્નોલોજીને લઈને મહત્વની સમજુતી સળીભૂત બની છે. આ ડીલ ભારતીય એરફોર્સ માટે અત્યંત મહત્વની સાબિત થશે. વોશિંગ્ટનમાં જનરલ ઈલેક્ટ્રીકના ચેરમેન એચ. લોરેન્સ કલ્પ જુનિયર સાથેની મુલાકાત બાદમલ્ટિનેશનલ ગ્રુપની એરોસ્પેસ શાખાએ જાહેરાત કરી કે, તેણે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
GE એરોસ્પેસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સ્ટેટ વિઝિટ અને 'બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ તત્વ' વચ્ચે તેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) એક 'મુખ્ય સીમાચિહ્નરૂપ' છે.
નિવેદન અનુસાર, કરારમાં ભારતમાં GE એરોસ્પેસ દ્વારા F414 એન્જિનના સંભવિત સંયુક્ત ઉત્પાદનનો સમાવેશ થાય છે. તેમાં ઉમેર્યું હતું કે, જીઇ એરોસ્પેસ આ માટે જરૂરી નિકાસ અધિકારો મેળવવા માટે અમેરિકી સરકાર સાથે કામ કરી રહી છે. આ પ્રયાસ ભારતીય વાયુસેનાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) Mk2 પ્રોગ્રામનો એક ભાગ છે..."
GEના પ્રમુખ અને GE એરોસ્પેસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એચ. લોરેન્સ કલ્પ જુનિયરે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક કરાર ભારત અને HAL સાથેના અમારા લાંબા જોડાણને કારણે શક્ય બન્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, અમને (અમેરિકા) પ્રમુખ જો બાઈડેન અને (ભારતના) વડાપ્રધાન (નરેન્દ્ર) મોદીના બંને દેશો વચ્ચે ગાઢ સહકારના વિઝનને આગળ વધારવામાં ભૂમિકા ભજવવા બદલ ગર્વ અનુભવીએ છીએ. અમારા F414 એન્જિન પીઅરલેસ છે અને તેનો ઉપયોગ બંને દેશોને નોંધપાત્ર આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા લાભો પ્રદાન કરશે. કારણ કે અમે અમારા ગ્રાહકોને તેમના લશ્કરી શક્તિની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા એન્જિનોનું ઉત્પાદન કરવામાં મદદ કરીએ છીએ."
આ અગાઉ ગુરુવારે વડાપ્રધાન કાર્યાલયે જીઈ ચીફ સાથે વડાપ્રધાનની તસવીરો ટ્વીટ કરી હતી. PMO એ ટ્વિટ કર્યું હતું કે, "PM નરેન્દ્ર મોદીએ જનરલ ઈલેક્ટ્રીકના સીઈઓ એચ. લોરેન્સ કલ્પ જુનિયર સાથે ફળદાયી ચર્ચા કરી હતી. તેઓએ ભારતમાં મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે જીઈના વ્યાપક ટેક્નોલોજી સહયોગની ચર્ચા કરી હતી."
ભારત અને અમેરિકા વચ્ચેના આ સોદા પર દુનિયા આખીની નજર હતી. આ સોદો ભારતીય એરફોર્સ માટે ગેમ ચેંજર સાબિત થશે. ચીન અને પાકિસ્તાન સામેના બેવડા પડકારો સામે ઝઝુમી રહેલી ભારતીય વાયુસેનામાં યુદ્ધ વિમાનોની ઘટ છે. જે ટુંક સમયમાં જ આધુનિક
યુદ્ધ વિમાનોના વિકાસ સાથે પુરી થશે. આ ટેક્નોલોજી મળી જવાથી ભારત ઘર આંગણે જ અત્યાધુનિક યુદ્ધ વિમાનો વિકસાવતુ થઈ જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)