PM Modi US Visit Live: PM મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઇડન સાથે કર્યું ડિનર, અજીત ડોભાલ પણ થયા સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્રની આગેવાની કરી હતી

Background
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાના પ્રવાસે ગયા છે. તેમની અમેરિકાની મુલાકાતનો બીજો દિવસ (21 જૂન) ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત ઐતિહાસિક સમારોહ યોજાયો હતો. જે બાદ પીએમ વોશિંગ્ટન પહોંચ્યા હતા. પીએમ મોદી મંગળવારે (20 જૂન) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડનના આમંત્રણ પર અમેરિકા પહોંચ્યા હતા.
નોંધાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત યોગ સત્રની આગેવાની કરી હતી. આ સાથે જ જાણે સંયુક્ત રાષ્ટ્રનું હેડક્વાર્ટર જ યોગમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન પીએમ મોદીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
પીએમ મોદી વિશ્વના એકમાત્ર એવા વડાપ્રધાન બન્યા છે જેમણે આટલી મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ સામે યોગ કર્યા હોય. સંયુક્ત રાષ્ટ્રમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમને આ ઉપલબ્ધિ માટે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. PMએ કહ્યું હતું કે, યોગ ભારતમાંથી આવ્યો છે પરંતુ તે કોપીરાઈટથી મુક્ત છે. તેના માટે કોઈ પેટન્ટ નથી, કે તેના બદલામાં રોયલ્ટીના પૈસા ચૂકવવાની કોઈ જરૂર નથી.
યુનાઈટેડ નેશન્સનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં આવેલું છે અને તમામ દેશોમાં ઓફિસો ધરાવે છે. આ સ્થિતિમાં જ્યારે નવમા ઇન્ટરનેશનલ યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રમાં એક વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે લગભગ તમામ દેશોના રાજદ્વારીઓએ તેમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ ઉપરાંત, વિવિધ દેશોના રાજદ્વારીઓ અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ હાજર રહી હતી. આશરે 183 દેશોના પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યાર બાદ પીએમ મોદી બે દિવસ માટે ઇજિપ્ત જશે. નરેન્દ્ર મોદી ભારતીય સમય અનુસાર મંગળવારે મોડી રાત્રે લગભગ 10.30 વાગ્યે અમેરિકા પહોંચ્યા હતા. ન્યૂયોર્કના એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ અમેરિકાના ખાસ આમંત્રણ પર રાજ્યની મુલાકાતે અમેરિકા ગયા છે. બંને દેશો વચ્ચે મોટો સંરક્ષણ સોદો થવાનો છે. ભારતમાં જ છેલ્લા એક સપ્તાહમાં તેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે.
ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થયા હતા
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું. ડિનરમાં રાષ્ટ્રપતિની મનપસંદ વાનગીઓ, આઈસ્ક્રીમ અને પાસ્તા પણ સામેલ હતા. આ દરમિયાન અમેરિકન સુરક્ષા સલાહકાર જેક સુલ્વિયન અને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થયા હતા.
વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કરાયું હતું
US President Joe Biden, First Lady Jill Biden host PM Modi at private White House dinner
— ANI Digital (@ani_digital) June 22, 2023
Read @ANI Story | https://t.co/u7KwwNaPpk#PMModi #JoeBiden #JillBiden #US #WhiteHouse pic.twitter.com/pMCAaXUu25





















