શોધખોળ કરો
Advertisement
ભૂટાનમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ- એક દિવસ ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઇટ બનાવશે
વડાપ્રધાને કહ્યું કે, મને આશા છે કે ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઇટ બનાવશે. અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિપૂ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસ પર છે. ભૂટાન પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ અહીંની રોયલ યુનિવર્સિટી, થિપૂમાં કહ્યું કે, મને એ વાતની ખુશી છે કે પોતાના નાના ઉપગ્રહને ડિઝાઇન કરવા અને લોન્ચ કરવા માટે યુવા ભૂટાન વૈજ્ઞાનિક ભારતની મુલાકાત લેશે. મને આશા છે કે એક દિવસ તમારામાંથી કોઇ વૈજ્ઞાનિક, એન્જિનિયર અને ઇનોવેટર્સ હશે.
In a short while from now, will be addressing students at The Royal University of Bhutan.
Looking forward to interacting with the bright youth of Bhutan. pic.twitter.com/Z1lmBkfpI8 — Narendra Modi (@narendramodi) August 18, 2019
વડાપ્રધાને કહ્યું કે, મને આશા છે કે ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઇટ બનાવશે. અમે દક્ષિણ એશિયા ઉપગ્રહના થિપૂ ગ્રાઉન્ડ સ્ટેશનનું ઉદ્ધાટન કર્યું અને પોતાના અંતરિક્ષ સહયોગનો વિસ્તાર કર્યો. ઉપગ્રહો મારફતે ટેલી મેડિસિનનો લાભ, શિક્ષણ, હવામાન આગાહી, કુદરતી આફતોની ચેતવણી વગેરે સુનિશ્વિત કરી શકાશે. આજે ભારતના તમામ સેક્ટરમાં ઐતિહાસિક પરિવર્તનો સાક્ષી બની રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં માળખાકીય સુવિધાઓના નિર્માણની ઝડપ બમણી થઇ છે.ભારત અને ભૂટાનના લોકોમાં જોડાણ છે.Called on His Majesty the King of Bhutan. We discussed ways to further deepen partnership between India and Bhutan. pic.twitter.com/yXKC1vHRuK
— Narendra Modi (@narendramodi) August 17, 2019
વડાપ્રધાને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કહ્યું કે, તે પરીક્ષાને લઇને કોઇ તણાવ ના રાખે. તેમણે પોતે લખેલી પુસ્તક એક્ઝામ વોરિયર્સની પણ ચર્ચા કરી હતી. યુવા અને આધ્યાત્મિકતા આપણી તાકાત છે. ગઇકાલે ભૂટાન અને ભારતના વડાપ્રધાનના સંયુક્ત નિવેદનમાં કહ્યુ હતું કે, ભૂટાન અમારો પાડોશી છે, આ અમારુ સૌભાગ્ય છે. બંન્ને દેશ સાથે મળીને આગળ વધી રહ્યા છે.Addressing students at the Royal University of Bhutan. Watch. https://t.co/eGoTRXS1bI
— Narendra Modi (@narendramodi) August 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement