ભારતીય પ્રેગ્નેંટ મહિલાના મોત અંગે પોર્ટુગલમાં થયો હંગામો, સ્વાસ્થ્ય મંત્રીએ આપવું પડ્યું રાજીનામું
પોર્ટુગલનાં સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ તેણે આ પગલું ભર્યું છે.
Marta Temido Resign: પોર્ટુગલનાં સ્વાસ્થ્ય મંત્રી માર્ટા ટેમિડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતીય ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ તેણે આ પગલું ભર્યું છે. આ ભારતીય મહિલા પોર્ટુગલ ફરવા ગઈ હતી અને તે ગર્ભવતી પણ હતી. આ દરમિયાન મહિલા ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચી હતી, પરંતુ હોસ્પિટલમાં બેડ ના હોવાને કારણે તેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં મહિલાનું કથિત રીતે હાર્ટ એટેકથી મોત થયું હતું.
આ મહિલાએ એક બાળકને પણ જન્મ આપ્યો હતો. મહિલા 34 વર્ષની હતી અને દેશની મોટી હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવી રહી હતી ત્યારે કથિત રીતે હાર્ટ એટેકથી તેનું મૃત્યુ થયું હતું. જોકે આ પહેલી ઘટના નહોતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેટરનિટી યુનિટમાં સ્ટાફની અછત પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની હતી. ડોક્ટર માર્ટા ટેમિડો 2018 થી પોર્ટુગલના આરોગ્ય મંત્રી હતા અને તેમણે કોરોના વાયરસ સામે લડવાનો શ્રેય પણ આપવામાં આવે છે.
આરોગ્ય મંત્રી તરીકે કામ કરવા માટે લાયક નથી
મંગળવારે, પોર્ટુગીઝ સરકારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, માર્ટા ટેમિડો સમજી ગયાં છે કે તે હવે આરોગ્ય મંત્રી તરીકે કરવા માટે લાયક નથી. પોર્ટુગલની લુસા ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ કહ્યું કે મહિલાના મૃત્યુ પછી જ તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. મેટરનિટી યુનિટમાં સ્ટાફની અછતના કારણે સરકારને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સગર્ભા મહિલાઓને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં જવું પડે છે.
ભારતીય મહિલાના મોતના મામલે તપાસના આદેશ
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ગર્ભવતી ભારતીય પ્રવાસી મહિલાને લિસ્બનની સાંતા મારિયા હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ દેશની સૌથી મોટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલના મેટરનિટી યુનિટમાં બેડ ખાલી ન હતા. આ પછી મહિલાને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું. જો કે મહિલાએ એક સ્વસ્થ બાળકને પણ જન્મ આપ્યો હતો. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ