શોધખોળ કરો

PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન

PM Modi's visit to Australia: ગુરુવારે મેલબોર્નમાં એક સીઈઓ ફોરમને સંબોધિત કરતા પીએમ મોદીએ ઉદ્યોગપતિઓને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. આ ફોરમમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ તેમની સાથે જોડાયા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ મોદી મેલબર્ન CEO ફોરમમાં, પરમાણુ સહયોગ પર ભાર.
  • વૈશ્વિક ઊર્જા સંકટમાં ભારત રોકાણ માટે આકર્ષક ગંતવ્ય.
  • ઓસ્ટ્રેલિયાના યુરેનિયમ ભંડાર ભારતના ઊર્જા પરિવર્તનમાં મહત્વપૂર્ણ.
  • આલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક, વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરાશે.

મેલબર્ન: પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે મેલબર્નમાં ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથે ભાગ લીધો. આ પ્રસંગે અલ્બનીઝે પીએમ મોદીનું સ્વાગત કર્યું અને બંને નેતાઓએ સાથે તસવીર પણ પડાવી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સને સંબોધિત કર્યા.

CEO ફોરમને સંબોધતા પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયાને સ્વાભાવિક તથા વિશ્વસનીય ભાગીદારો ગણાવ્યા અને પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહકાર વધારવા પર ભાર મૂક્યો.

વૈશ્વિક ઊર્જા સંકટનો કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ જણાવ્યું કે, "આજે વિશ્વ અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઊર્જા સંકટ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. આવા સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વસનીય ભાગીદારોનું વધુ નજીક આવવું સ્વાભાવિક અને જરૂરી છે."

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર સંબંધો વધુ મજબૂત બન્યા છે, જે વધતા આર્થિક સહકારનું પ્રતિબિંબ છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, "ઓસ્ટ્રેલિયા માટે ભારતનો નિકાસ બમણો થયો છે અને બંને દેશોને નવા બજારોમાં પ્રવેશ મળ્યો છે." તેમણે ભારતને વૈશ્વિક રોકાણ માટે સૌથી આકર્ષક ગંતવ્ય ગણાવતા કહ્યું કે, "ભારત અને ઓસ્ટ્રેલિયાએ રોકાણ માટે એક નવો રનવે તૈયાર કર્યો છે."

શું છે ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ?
ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમની શરૂઆત વર્ષ 2012માં થઈ હતી.
વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે તેને ફરીથી શરૂ કર્યો હતો. આ ફોરમ દર વર્ષે બેઠક યોજે છે અને બંને દેશોની સરકારોને આર્થિક વિકાસ અને વેપાર વધારવા માટે સૂચનો આપે છે. વર્ષભર આ ફોરમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક સહયોગ મજબૂત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજે છે.
વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનું પણ તેનું મુખ્ય લક્ષ્ય છે.
પરમાણુ ઊર્જા અને યુરેનિયમ પર ભાર

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારતે વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો અને વર્ષ 2070 સુધી નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે.

તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટેકનિકલ કુશળતા, નાણાકીય સંસાધનો અને કુદરતી ખનિજ સંપત્તિ ભારતના ઊર્જા પરિવર્તનને વધુ ઝડપી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

તાજેતરના નીતિગત સુધારાઓનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, "થોડા મહિના પહેલાં ભારતે પરમાણુ ક્ષેત્ર ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂક્યું છે. અમે વર્ષ 2047 સુધી 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિશાળ યુરેનિયમ ભંડાર ભારતની પરમાણુ યાત્રા સાથે સીધા જોડાયેલા છે."

તેમણે ઓસ્ટ્રેલિયાના રોકાણકારોને ભારતના ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું અને જણાવ્યું કે બંદરો, એરપોર્ટ, હાઇવે, રેલવે તેમજ શહેરી વિકાસ યોજનાઓમાં વિશાળ તકો ઉપલબ્ધ છે.

અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ સાથે ત્રીજી વાર્ષિક શિખર બેઠકની સહ-અધ્યક્ષતા પણ કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોમાં ચર્ચા થશે.

અલ્બનીઝ સાથેની દ્વિપક્ષીય બેઠક ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ સેમ મોસ્ટિન સાથે પણ મુલાકાત કરશે. તેઓ મેલબર્નમાં ભારતીય સમુદાયના વિશાળ સમૂહને પણ સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે ઓસ્ટ્રેલિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેલબર્નમાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

Frequently Asked Questions

ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ શું છે?

આ ફોરમ 2012માં શરૂ થયો હતો અને 2023માં ફરી શરૂ કરાયો. તે દર વર્ષે મળે છે અને બંને દેશોની સરકારોને આર્થિક વિકાસ તથા વેપાર વધારવા સૂચનો આપે છે.

CEO ફોરમમાં પીએમ મોદીનો મુખ્ય સંદેશ શું હતો?

પીએમ મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયાને સ્વાભાવિક તથા વિશ્વસનીય ભાગીદારો ગણાવ્યા. તેમણે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સહકાર વધારવા પર ખાસ ભાર મૂક્યો.

ભારતના ઊર્જા લક્ષ્યો હાંસલ કરવામાં ઓસ્ટ્રેલિયા કેવી રીતે મદદ કરી શકે છે?

ઓસ્ટ્રેલિયાની ટેકનિકલ કુશળતા, નાણાકીય સંસાધનો અને કુદરતી ખનિજ સંપત્તિ ભારતને 500 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા અને 100 ગીગાવોટ પરમાણુ ઊર્જાના લક્ષ્યોમાં મદદ કરી શકે છે.

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન રોકાણકારો માટે ભારતમાં કયા રોકાણ ક્ષેત્રોનો ઉલ્લેખ કર્યો?

તેમણે બંદરો, એરપોર્ટ, હાઇવે, રેલવે અને શહેરી વિકાસ યોજનાઓ જેવા ભારતના ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
China Artificial Sun: ચીન બનાવી રહ્યું છે આર્ટિફિશિયલ સૂરજ, જાણો કેવી રીતે બદલાશે દુનિયાની ટેકનોલોજી?
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget