શોધખોળ કરો

FIFA WC 2022: ભારતના દબાણ સામે ઝુક્યું કતર, ઝાકિર નાઈક મામલે કરી સ્પષ્ટતા

ભારતે વાંધો ઉઠાવતા કતર તરફથી આ સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું છે. મોદી સરકારે કતરને સ્પષ્ટપણે કહ્યું હતું કે,...

Qatar on Zakir Naik : વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક અને ભાગેડુ ભારતીય એવા ઝાકિર નાઈકને ફૂટબોલ વર્લ્ડકપ માટે આમંત્રિત કર્યાને લઈને યજમાન દેશ કતરે સ્પષ્ટતા આપવી પડી છે. કતરે રાજદ્વારી માધ્યમથી ભારતને જાણ કરી હતી કે, ઝાકિર નાઈકને 20 નવેમ્બર, 2022 ના રોજ દોહામાં ફિફા વર્લ્ડકપના ઉદઘાટનમાં હાજરી આપવા માટે કોઈ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું નથી. કતરે એવો પણ દાવો કર્યો હતો કે, અન્ય દેશો જાણીજોઈને આ ખોટી માહિતી ફેલાવી રહ્યાં છે જેથી કરીને ભારત-કતરના દ્વિપક્ષીય સંબંધો બગડે.

ભારતે વાંધો ઉઠાવતા કતર તરફથી આ સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું છે. મોદી સરકારે કતરને સ્પષ્ટપણે કહ્યું હતું કે, જો ઝાકિર નાઈકને ફીફા વર્લ્ડકપના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં VVIP બોક્સમાંબેસી ફૂટબોલ જોવા માટે ઔપચારિક રીતે આમંત્રણ આપવામાં આવશે તો ભારતને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાત રદ કરવાની ફરજ પડશે.

ઉપરાષ્ટ્રપતિ ધનખડ કતર ગયા હતા

ઉપપ્રમુખ જગદીપ ધનખડ કતરની મુલાકાતે ગયા હતા. ઉપરાષ્ટ્રપતિ ધનખડે 20 નવેમ્બરના રોજ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બીજા દિવસે કતરથી રવાના થયા હતાં. તેઓ કતરમાં રહેતા ભારતીયોને પણ મળ્યા હતા જેમણે કતરમાં ફૂટબોલ સ્ટેડિયમ બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો હતો. કતરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઝાકિર નાઈક દોહાની ખાનગી મુલાકાતે હોઈ શકે છે. કતર સરકારે ભારતીય સમકક્ષોને જણાવ્યું હતું કે, ઝાકિર નાઈકને લઈને સમગ્ર વિવાદ અન્ય દેશો દ્વારા રચાયેલો હતો અને તે કતર વિરુદ્ધ ખોટા દુષ્પ્રચારનો ભાગ છે.

મલેશિયા નાસી છુટ્યો હતો ઝાકિર નાઈક

નાઈક ​​કથિત રીતે 2016 માં ભારત છોડીને મલેશિયા ગયો હતો. જ્યાં તેને મલેશિયન સરકાર દ્વારા કાયમી રહેવાની વ્યવસ્થા કરવામાં કરી આપવામાં આવી હતી. ભારત મલેશિયને ઝાકિર નાઈકના પ્રત્યાર્પણની વિનંતી કરી ચુક્યું છે. ઝાકિર નાઈક મની લોન્ડરિંગ અને નફરત ફેલાવનારા ભાષણો દ્વારા ઉશ્કેરવા બદલ 2016થી વોન્ટેડ છે.

માર્ચ 2022 માં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાઈકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (IRF) ને UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું અને તેના પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો. ભારતે ઈન્ટરપોલ દ્વારા નાઈક વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. યુકે અને કેનેડામાં નાઇકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget