બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન
રોયલ ફેમિલી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબજ દૂખ સાથે મહારાણીએ જાહેરાત કરી છે કે, તેમના પતિ અને ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ હવે આ દુનિયામાં નથી રહ્યાં.
![બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન Queen Elizabeth II's husband Prince Philip passed away : palace બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપનું 99 વર્ષની વયે નિધન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/09/cb076d4fbb9cb34a7e56a5c34b9047ec_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પતિ પ્રિન્સ ફિલિપ (The Prince Philip)નું નિધન થયું છે. પ્રિન્સ ફિલિપ 99 વર્ષના હતા. તેમને હાલમાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સફળ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. પ્રિન્સ ફિલિપનો જન્મ 10 જૂન 1921ના રોજ કોર્ફૂ (Corfu)ના ગ્રીક દ્વીપ પર થયો હતો.
રોયલ ફેમિલી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ખૂબજ દૂખ સાથે મહારાણીએ જાહેરાત કરી છે કે, તેમના પતિ અને ડ્યૂક ઓફ એડિનબર્ગ પ્રિન્સ ફિલિપ હવે આ દુનિયામાં નથી રહ્યાં. વિન્ડસર કેસલ (Windsor Castle)માં શુક્રવારે સવારે તેમનું નિધન થયું હતું.
ફેબ્રુઆરીમાં પ્રિન્સ ફિલિપને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સંક્રમણ અને હ્રદય સંબંધીત રોગની સારવાર કરવામાં આવી હતી. બાદમાં માર્ચ મહિનામાં પ્રિન્સ ફિલિપને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
ગ્રીસ અને ડેનમાર્કના રાજકુમાર ફિલિપનો જન્મ 10 જૂન 1921ના રોજ કોર્ફૂ (Corfu)ના ગ્રીક દ્વીપના એક વિલામાં થયો હતો. તેમના માતા પિતા ગ્રીસના રાજકુમાર એન્ડ્ર્યૂ અને બેટનબર્ગની રાજકુમારી એલિસ હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)