શોધખોળ કરો
Advertisement
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા: બગદાદમાં અમેરિકાના દુતાવાસ પર મિસાઈલ હુમલો
ઈરાકમાં અમેરિકી ઠેકાણા પર હુમલો બગદાદમાં અમેરિકાના એર સ્ટ્રાઈક બાદ થયો છે. આ હુમલા સાથે એમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યાં છે.
બગદાદ: અમેરિકા અને ઈરાનમાં તણાવ વચ્ચે બગદાદમાં અમેરિકી દુતાવાસ અને અમેરિકી સૈન્યના ઠેકાણા પર ગઈકાલે રાતે બે રેકોટ હુમલા થયા હતા. આ હુમલો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નથી. ગુરૂવારે મોડી રાત્રે અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ પર હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાની સેનાના ટૉપ કમાન્ડર કાસિમ સુલેમાનીનું મોત થયું હતું. જેના બાદ ઈરાને બદલો લેવાની વાત કરી હતી. આ હુમલાને સુલેમાનીના મોતનો બદલો માનવામાં આવી રહ્યું છે. આ હુમલા સાથે એમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યાં છે.
પ્રથમ હુમલો ઈરાની રાજધાની બગદાદમાં સ્થિત અમેરિકી દુતાવાસ પર થયો હતો. પહેલા મોર્ટરથી હુમલો કરાયો હતો અને બાદમાં રેકોટ છોડવામાં આવ્યો હતો. જેનાથી દુતાવાસમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. બીજો હુમલો સેન્ટ્રલ ઈરાનમાં સ્તિથ બલાદ એરફોર્સ બેઝ પર બે રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈરાકની સેના મુજબ અમેરિકી સૈન્યના ઠેકાણા પર કત્યૂષા રોકેટ હુમલો થયો હતો.#BREAKING Two missiles hit Iraqi capital's Green Zone, security sources say pic.twitter.com/Coe7cVFUMD
— AFP news agency (@AFP) January 4, 2020
આ હુમલા બાદ અમેરિકા બદલા તરીકે જોઈ રહ્યું છે. ઈરાકમાં અમેરિકી ઠેકાણા પર હુમલો બગદાદામાં અમેરિકાના એર સ્ટ્રાઈક બાદ થયો છે. અમેરિકાએ આ હુમલા બાદ સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકાને નુકસાન પહોંચાડનારાને ખતમ કરી નાખીશું.Soleimani contributed to terrorist plots to kill innocent people around the world. His reign of terror is over. pic.twitter.com/LuxsVypyuX
— The White House (@WhiteHouse) January 4, 2020
....targeted 52 Iranian sites (representing the 52 American hostages taken by Iran many years ago), some at a very high level & important to Iran & the Iranian culture, and those targets, and Iran itself, WILL BE HIT VERY FAST AND VERY HARD. The USA wants no more threats!
— Donald J. Trump (@realDonaldTrump) January 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement