શોધખોળ કરો

Russia America Crisis: રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, ડ્રૉન દૂર્ઘટના બાદ અમેરિકાની ચેતાવણી, 'પુતિન પોતાના નાટકો બંધ કરે નહીં તો.....'

વળી, આ દૂર્ઘટના બાદ પેન્ટાગૉને મંગળવારે કહ્યું કે અમેરિકન સેનાને અનિવાર્ય રીતે પોતાના એમક્યૂ-9 રીપર સર્વિલાન્સ ડ્રૉનને ક્રેશ કરવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ

Russian Jet Collides With US Drone: રશિયા અને અમેરિકાની વચ્ચે એકવાર ફરીથી તણાવ વધતો દેખાઇ રહ્યો છે. મંગળવારે (14 માર્ચે) કાલા સાગરમાં અમેરિકાના એમક્યૂ-9 રીપર સર્વિલાન્સ ડ્રૉનને ક્રેશ કરવાના મામલામાં અમેરિકાએ રશિયાને ખુલ્લી ચેતાવણી આપી દીધી છે.  

અમેરિકન સીનેટ ચક શૂમરે મંગળવારે એક કાર્યક્રમનું ઉદઘાટન કરતાં કહ્યું - હું રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહેવા માંગુ છું કે, આ પહેલા તમે બન્ને દેશોની વચ્ચે અનપેક્ષિત તણાવની વધારાનું કારણ બને, તે પોતાના આ વ્યવહારને બંધ કરી દો. 

ટક્કર બાદ ડ્રૉનને થયું હતુ નુકશાન - 
વળી, આ દૂર્ઘટના બાદ પેન્ટાગૉને મંગળવારે કહ્યું કે અમેરિકન સેનાને અનિવાર્ય રીતે પોતાના એમક્યૂ-9 રીપર સર્વિલાન્સ ડ્રૉનને ક્રેશ કરવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ. કેમ કે આ એક રશિયન જેટ સાથે ટકરાઇને ક્ષતિગ્રસ્ત થઇ ગયુ હતુ. બ્રિગેડિયર જનરલ પેટ રાઇડરે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, રશિયન વિમાનની ટક્કર બદા ડ્રૉનને મોટુ નુકશાન થયુ હતુ, અને આની આગળ ઉડવાની સંભાવના ઓછી હતી, આવામાં અમે મજબૂર થઇને આને કાલા સાગરમાં દૂર્ઘટનાગ્રસ્ત કરવુ પડ્યું. 

શું છે આખો મામલો -

રશિયન જેટને ટકરાઇને બ્લેક સીમાં ડૂબ્યું અમેરિકન ડ્રોન, બે મહાશક્તિઓ વચ્ચે તણાવ

યુક્રેન યુદ્ધને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર બ્લેક સીમાં રશિયન જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચે ટક્કર થઇ હતી. આ માહિતી અમેરિકી સેનાએ આપી છે. સીએનએન અનુસાર, એક રશિયન ફાઇટર જેટે અમેરિકન એરફોર્સના ડ્રોનને ટક્કર મારી હતી અને તેને બ્લેક સીમાં ડૂબાડી દીધું હતું.

મંગળવારે બ્લેક સી પર રશિયન જેટ અને અમેરિકન MQ-9 રીપર ડ્રોન સામસામે આવી ગયા હતા. સીએનએન દરમિયાન, રશિયન જેટે અમેરિકન ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું હતું.

આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકાનું રીપર ડ્રોન અને રશિયાના બે ફાઇટર SU-27 બ્લેક સી ઉપરની  આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચક્કર લગાવી રહ્યા હતા. સીએનએનએ અમેરિકન અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ દરમિયાન એક રશિયન જેટ જાણી જોઈને અમેરિકન ડ્રોનની સામે આવ્યું અને જેટમાંથી તેલ નીકળવાનું શરૂ થયું હતું. દરમિયાન એક જેટે ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રોપેલર ડ્રોનની પાછળ જોડાયેલ હતું. પ્રોપેલરને નુકસાન થતાં અમેરિકન દળોને ડ્રોનને બ્લેક સીમાં ડમ્પ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે પ્રોપેલર ડ્રોનના પંખા જેવું છે, જ્યારે તેની બ્લેડ ફરે છે, ત્યારે તેનાથી થ્રસ્ટ બને છે અને ડ્રોનને ઉડવામાં મદદ કરે છે. બ્લેક સી એ પાણીનો વિસ્તાર છે જેની સરહદો રશિયા અને યુક્રેન સાથે મળે છે. યુક્રેન યુદ્ધના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી આ ક્ષેત્રમાં સૈન્ય તણાવ છે. નોંધનીય છે કે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન અને અમેરિકન વિમાનો બ્લેક સી પર ઉડતા રહે છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના યુદ્ધ વિમાનો એક બીજાની સામે આવી ગયા છે અને આવી સ્થિતિ સામે આવી છે.

આ ઘટના પર યુએસ એરફોર્સે આકરી પ્રતિક્રિયા આપી છે. યુએસ એરફોર્સે કહ્યું છે કે બે રશિયન Su-27 એરક્રાફ્ટે યુએસ એરફોર્સના સર્વેલન્સ અને જાસૂસી માનવરહિત MQ-9 ડ્રોનને અસુરક્ષિત અને બિનવ્યાવસાયિક રીતે અટકાવ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકન ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદની અંદર ઉડી રહ્યું હતું. અમેરિકી સેનાએ કહ્યું કે રશિયન સેનાની આ આક્રમક હરકતો ખતરનાક છે અને તેનાથી બંને દેશો વચ્ચે ઘર્ષણ ખૂબ વધી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget