Russia-Ukraine War Live: યુદ્ધમાં માર્યા ગયા રશિયાના 4300 સૈનિકો, યુક્રેનના મંત્રીનો દાવો
યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે

Background
Ukraine- Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. બંને દેશો વચ્ચે ઉભી થઈ રહેલી સ્થિતિથી બીજા દેશોની પણ ચિંતા વધી છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે, તેમની સેનાએ આ યુદ્ધમાં અત્યાર સુધી 3500 રશિયન સૈનિકો, ડઝનની સંખ્યામાં ટેન્ક, 14 વિમાન અને 8 હેલિકોપ્ટર તોડી પાડ્યા છે. આ સિવાય NATO દેશ પણ યુક્રેનની મદદમાં હથિયાર અને મેડિકલ સેવાઓ મોકલી રહ્યા છે.
પીએમ મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે 'ઓપરેશન ગંગા' શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ વાતચીત માટે બેલારુસ રવાના થયું
યુદ્ધનું મેદાન બની ગયેલા યુક્રેનની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે, આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુદ્ધ અને તણાવના વાતાવરણ વચ્ચે બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ફોન પર વાતચીત કરી હતી. રશિયાના સરકારી મીડિયાએ મોટો દાવો કર્યો છે કે યુક્રેન રશિયા સાથે વાતચીત કરવા માટે રાજી થઈ ગયું છે. આ દરમિયાન યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ વાતચીત માટે બેલારુસ રવાના થયું છે.




















